તારક મહેતા..’માં સેટ પર કોણ કોની સાથે જમે છે? કોને કોની સાથે વધુ ભળે છે? વાંચો અજાણી વાતો

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ 2008થી શરૂ થઈ હતી. આ ટીવી સીરિયલ ગુજરાતના જાણીતા સ્વ. લેખક તારક મહેતાની નવલકથા ‘દુનિયાને ઊંધા ચશ્મા’ પરથી બનાવવામાં આવી છે. આ સીરિયલ આ હદે લોકપ્રિય થશે, તેનો ખ્યાલ સીરિયલના કલાકારો અને પ્રોડ્યૂસર સુદ્ધાને નહોતો. આજે તો ઘેર-ઘેર આ સીરિયલના કલાકારો જાણીતા બની ગયા છે. આ સીરિયલની નાનામાં નાની બાબતો જાણવાની ચાહકોને ઉત્સુકતા હોય છે. આજે Realgujarat.in એવી જ કેટલીક વાતો લઈને આવ્યું છે.

સીરિયલમાં છ પરિવાર (તારક મહેતા, ભીડે, ઐય્યર, હાથી ફેમિલી, ગડા પરિવાર તથા સોઢી)ની વાત કરવામાં આવી છે. સીરિયલમાં તો દરેક પરિવારને એકબીજા સાથે સારા સંબંધો છે. જોકે, રિયલમાં મિસિસ સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રીને સૌથી વધારે સોનાલિકા જોષી (માધવી ભાભી) તથા અંબિકા રજનકર (કોમલભાભી) સાથે વધારે બને છે. જેનિફરના મતે, આ બંને ઘણાં જ આધ્યાત્મિક થઈ ગયા છે અને તેથી જ તેમને આ બંને સાથે વધારે બને છે. અંબિકા સાથે તો બહુ જ બને છે, કારણ કે તેનામાં અંતર્જ્ઞાન બહુ જ છે. આટલું જ નહીં બંનેમાં ગટ ફિલિંગ પણ સ્ટ્રોંગ છે. બંનેમાંથી ઘણું જ શીખવા જેવું છે.

નવાઈની વાત એ છે કે સેટ પર જેટલા પણ એક્ટર્સ છે, તેઓ ઘરેથી બનાવેલું ભોજન જ લઈને આવે છે. સ્વાભાવિક છે કે તેમને તેમની પત્નીઓ ટિફિન બનાવી આપે છે. જોકે, એક્ટ્રેસિસ ઘરેથી ભોજન બનાવીને લાવતી નથી. તેમણે સેટ પર એક ટિફિનવાળો બંધાવ્યો છે. તે રોજ હેલ્થી ફૂડ આપી જાય છે.

સેટ પર સામાન્ય રીતે દિલીપ જોષી (જેઠાલાલ), શ્યામ પાઠક (પોપટલાલ), મંદાર ચંદાવરકર (મિસ્ટર ભીડે, આત્મારામ), ચંપકચાચા (અમિત ભટ્ટ) તથા મિસિસ સોઢી (જેનિફર મિસ્ત્રી) સાથે જમતા હોય છે. દિલીપ જોષી પોતાના ટિફિનમાંથી લીલું મરચું જેનિફને આપતા હોય છે. કારણ કે જેનિફરને મરચાં બહુ જ ભાવે છે. ચંપકચાચાના ટિફિનમાં બટાટા-ડુંગળીનું શાક એકદમ ટેસ્ટી હોય છે.

 


પોપટલાલના ટિફિનમાં ઘણીવાર દાળભાત આવે છે. આ ઉપરાંત તેમની પત્ની કેરળની હોવાથી કેરળનું સારું ભોજન બનાવે છે. પોપટલાલની પત્ની કેરળની હોવાથી તેઓ બિઝીબેલે ભાત સહિતની વિવિધ કેરેલિયન આઈટમ લઈને આવે છે. આટલું જ નહીં પોપટલાલ બહુ બધું ફરસાણ લઈને આવે છે. જમ્યા બાદ તેઓ ફરસાણ ખાતા હોય છે. દિલીપ જોષી એટલે કે જેઠલાલની પત્ની પણ ભોજન તો ટેસ્ટી જ બનાવે છે. ખાસ કરીને તેઓ સલાડ ઘણું જ સારું બનાવે છે. દિલીપ જોષી ભાત બિલકુલ પણ ખાતા નથી. તે માત્ર હેલ્થી ફૂડ જ ખાવાનું પસંદ કરે છે.

સેટ પર તમામના મેકઅપ રૂમ બનાવવામાં આવ્યા છે અને બધા કલાકારો ત્યાં આરામ કરતા હોય છે. શોટ્સની વચ્ચે કલાકારો પોત-પોતાના મેકઅપ રૂમમાં જતા રહે છે અને અહીંયા થોડીવાર સૂઈ જતા હોય છે. ઘણીવાર જેનિફર મેકઅપ રૂમમાં મેડિટેશન પણ કરે છે, જેનાથી તે ફ્રેશ ફીલ કરે છે.

મેકઅપ રૂમના શૅરિંગની વાત કરવામાં આવે તો જેનિફર તથા સોનાલિકા મેકઅપ રૂમ શૅર કરે છે. અંબિકા રજનકર તથા મુનમુન દત્તા (બબિતા) મેકઅપ રૂમ શૅર કરે છે. નેહા મહેતા (અંજલી ભાભી)નો મેકઅપ રૂમ અલગ છે. આટલું જ નહીં તમામ એક્ટરના મેકઅપ રૂમ અલગ-અલગ છે. તેઓ કોઈની સાથે મેકઅપ રૂમ શૅર કરતા નથી.

સેટ પર સૌથી ઓછું બોલનારી વ્યક્તિ ઐય્યર એટલે કે તનુજ મહાશબ્દે છે. સેટ પર તનુજની ગણના એકદમ શાંત વ્યક્તિમાં થાય છે.