જેઠાલાલથી માધવીભાભી સુધી, આવો છે ‘તારક મહેતા’માં કામ કરતાં કલાકારોનો REAL પરિવાર

મુંબઈઃ સબ ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત 28 જુલાઇ 2008માં થઇ હતી. અત્યારસુધીમાં આ સીરિયલના 2958 એપિસોડ પૂરા થઇ ચૂક્યા છે. તેમ છતા હજુ આ શોની પોપ્યુલારિટી યથાવત છે. આમ તો સીરિયલમાં તારક મહેતા અને તેમાં કામ કરનારા કલાકારોને તો બધા જાણે જ છે. પરંતુ આ કલાકારોની રિયલ ફેમિલી અંગે થોડા જ લોકો જાણે છે. છેલ્લા 12 વર્ષથી સતત ચાલી રહેલી આ સીરિયલમાં જેઠાલાલ અને અન્ય કેરેક્ટરની કેમિસ્ટ્રી દર્શકોને ખુબ જ પસંદ છે. ત્યારે આવો જાણીએ આ કલાકારોની રિયલ ફેમિલી વિશે.

તારક મહેતા ઉર્ફ શૈલેશ લોઢા પત્ની સ્વાતિ અને દીકરી સાથે.

દયા ભાભી ઉર્ફ દિશા વાકાણી પતિ મયૂર પડિયા સાથે. મયૂર મુંબઇ બેસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને દિશાએ 24 નવેમ્બરે 2015ના રોજ તેમની સાથે લગ્ન કર્યા હતા. દિશા અને મયૂર દીકરી સ્તુતિના પિતા પણ છે.

માધવી ભીડે ઉર્ફ સોનાલિકા જોશી પતિ સમીર અને દીકરી આર્યા સાથે.

જેઠાલાલના પિતાનું પાત્ર ભજવનાર બાપુજી ઉર્ફ અમિત ભટ્ટ પોતાની પત્ની કૃતિ અને ટ્વિન્સ દીકરા દેવ અને દીપ સાથે.

જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી દીકરા ઋત્વિક, દીકરી નિયતી અને પત્ની જયમાલા સાથે.

અંજલી મહેતા ઉર્ફ નેહા મહેતા પોતાના માતા-પિતા અને બહેન સાથે.

આત્મારામ ભીડે ઉર્ફ મંદાર ચંદાવરકર પત્ની સ્નેહલ અને પાર્થની સાથે.

પત્રકાર પોપટલાલ ઉર્ફ શ્યામ પાઠક પત્ની રેશમી, દીકરી નિયતી અને દીકરા પાર્થ સાથે.

કોમલ હંસરાજ હાથી ઉર્ફ અંબીકા રંજનકર પતિ અરુણ અને દિકરા અથર્વ સાથે.

બાઘા ઉર્ફ તન્મય વેકરિયા પત્ની મિત્શુ અને દિકરી વૃષ્ટિ તથા ભાઇ-ભાભી અને ભત્રીજી સાથે.