બબીતાની પહેલી કમાણી હતી માત્ર 125 રૂપિયા, હવે મહિને કમાય છે આટલા લાખ રૂપિયા

મુંબઈઃ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનો રોલ પ્લે કરતી મુનમુન દત્તા પોતાના અફેરને કારણે ચર્ચામાં છે. મુનમુનના સંબંધો 9 વર્ષ નાના ટપુ એટલે કે રાજ અનડકટ સાથે છે. જોકે, બંનેએ અફેરને માત્ર અફવા કહ્યું છે. જોકે, આ પહેલાં પણ મુનમુન ઘણીવાર ચર્ચામાં આવી છે.

એક એપિસોડની ફી હજારોમાં
પૂનામાં રહેતી મુનમુન સિરિયલના એક એપિસોડ માટે 50-70 હજાર રૂપિયા લે છે. આ ઉપરાંત સિરિયલમાં કામ કરવા બદલ તેની બેઝિસ સેલરી 2 લાખ રૂપિયા છે, જે તેને દર મહિને મળે છે. જ્યારે સિરિયલની ફી ત્રણ મહિને મળે છે. મુનમુનની નેટવર્થ 14 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે. તેની પાસે 17 લાખની એક કાર અને બીજી કાર 10 લાખની છે.

પહેલો પગાર માત્ર 125 રૂઃ મુનમુને પૂનામાં મોડલિંગ કર્યું હતું. 6 વર્ષની ઉંમરમાં તેણે એક્ટિંગ કરી હતી અને તેને 125 રૂપિયા પગાર મળ્યો હતો. મુનમુને 2005થી ટીવી સિરિયલ ‘હમ સબ બારાતી’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 2008માં ‘તારક મહેતા..’માં જોડાઈ હતી. તેણે ‘મુંબઈ એક્સપ્રેસ’ તથા ‘હોલિડે’ જેવી ફિલ્મ પણ કરી છે.

2008માં મુનમુન તથા અરમાન કોહલી વચ્ચે અફેર હોવાની ચર્ચા હતી. જોકે, આ વાતનો બંનેએ ઈનકાર કર્યો છે. વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવા અરમાન તથા મુનમુન મોરેશિયસ ગયા હતા. અહીંયા અરમાન કોહલીએ મુનમુન દત્તાને માર માર્યો હતો અને જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો.

મુનમુન દત્તા માંડ માંડ બચી શકી હતી. મુનમુને પોલીસ ફરિયાદ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે અરમાન કોહલીએ ‘પ્રેમ રતન ધન પાયો’માં સલમાનના ભાઈનો રોલ પ્લે કર્યો હતો.