રામાયણ’ના આ બે પાત્રોને ચાહકો ખરેખર માનવા લાગ્યા ભગવાન? આ અભિનેત્રીએ શું કરી મોટી વાત?

‘રામાયણ’ની ટીવી પર વાપસી બાદ એકવાર ફરી આ શોના સિતારાઓમાં ચર્ચમાં આવી ગયા છે. પછી તે રામનો કિરદાર નિભાવનાર અરુણ ગોવિલ હોય કે પછી સીતાનો કિરદાર નિભાવનાર દીપિકા ચિખલિયા. આ બંને સિતારાઓને આ શોએ એટલી સફળતા અપાવી કે લોકો તેમને ખરેખર ભગવાન માનવા લાગ્યા હતા. હાલમાં જ સીતાનો રોલ નિભાવી ચુકેલા દીપિકા ચીખલિયાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બોલીવુડમાં રામ-સીતા અને લક્ષ્મણની ભૂમિકા માટે કોણ યોગ્ય રહેશે.

દીપિકા ચિખલિયાએ આ ખુલાસો બોલીવુડ લાઈફ વેબસાઈટ સાથેના ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. બોલીવુડમાં રામાયણ આધારિત ફિલ્મ બનવાની ચર્ચા ચાલી રહી છે. જે વચ્ચે દિપિકાએ જણાવ્યું હતું કે, કઈ જોડી રામ સીતા બનવા માટે યોગ્ય છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, રાવણની ભૂમિકા કોણ નિભાવી શકે છે.

દિપિકાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, રામાયણના અનેક રીતના વર્ઝન આવી ચુક્યા છે. સીતા લાંબી મહિલા નહોતા. તેમનો માથું ભગવાન રામની છાતી સુધી પહોંચતું હતું. મને લાગે છે કે સીતાના કિરદાર માટે આલિયા ભટ્ટ યોગ્ય રહેશે અને રામના કિરદાર માટે ઋતિક રોશન, તો રાવણના રોલ માટે અજય દેવગણ યોગ્ય રહેશે.

રામાયણનું ફરી પ્રસારણ ટીવી પર 28 માર્ચથી શરૂ થઈ ગયું છે. શોને મળી રહેલી પ્રતિક્રિયા વિશે દિપિકાએ કહ્યું કે-મેં આ શો 33 વર્ષોમાં ક્યારેય જોયો નથી. પરંતુ તે હંમેશા મારા દિલની નજીક રહ્યો. કારણ કે આ શોમાંથી મારી તસવીરો હું અનેક વાર જોતી હતી. એટલે મારા માટે તે ક્યારેય નવું ન રહ્યું. આ શોના મારા પહેરવેશ અને કિરદાર સાથે હું હંમેશા જોડાયેલી રહી.

દિપિકાએ કહ્યું કે-‘મને લાગતું હતું રે નવી પેઢી જ્યારે આ શોને જોશે તો તેમની પ્રતિક્રિયા અલગ જ હશે. પરંતુ મને એ જાણીને ખુશી થઈ રહી છે કે આજે પણ આ શો લોકોને બાંધીને રાખે છે, અને તેનો જાદૂ યથાવત છે.’