‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ સિવાય આ એક વસ્તુથી કમાય છે ‘માધવી ભીડે’ - Real Gujarat

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ સિવાય આ એક વસ્તુથી કમાય છે ‘માધવી ભીડે’

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં માધવી ભીડેનો રોલ પ્લે કરનારી એક્ટ્રસ સોનાલિકા જોષીએ સિરિયલમાં પોતાની સાદગીને લીધે લોકોનું દિલ જીતી લીધું છે. તે છેલ્લાં 12 વર્ષથી ગોકુલધામ સોસાયટીમાં ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. સોનાલિકા અંગત જિંદગીમાં ખૂબ જ ખુશ મિજાજી અને મિલનસાર છે. સોનાલિકાની આવકની વાત કરીએ તો તેમની આવકનો સોર્સ માત્ર સિરિયલ જ નહીં, પણ તેમની આવક બીજેથી પણ થાય છે.

ફેશન બ્રાન્ડ્સ અને સિરિયલ છે સેકેન્ડરી ઇન્કમનો સોર્સ
માધવી ભીડેને ‘તારક મહેતા’ સિરિયલમાં નામ ઉપરાંત રૂપિયા પણ ખૂબ જ મળે છે. તેમને દર એપિસોડના લગભગ 25 હજાર રૂપિયા મળે છે. સોનાલિકા કરોડોની સંપતિની માલિક છે. તે ‘તારક મહેતા’ સિરિયલ ઉપરાંત ફેશન ડિઝાઈનિંગમાં પણ રસ ધરાવે અને તેમાંથી પણ તે સારી આવક મેળવે છે. એક રિપોર્ટ મુજબ, સોનાલિકા પોતાની ફેશન બ્રાન્ડ્સ, શૉ અને સ્પોન્સર્સ દ્વારા પણ રૂપિયા કમાય છે.

માધવી ભીડેને આ વસ્તુનો છે શોખ
સોનાલિકા જોષીને એક્ટિંગ ઉપરાંત ફરવાનો શોખ છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં તેમના ટ્રાવેલિંગના ફોટો શેર કરતાં રહે છે. ફરવા ઉપરાંત તેમને પુસ્તક વાંચવાનો અને શૉપિંગ કરવાનો શોખ છે. સોનાલિકા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવા વી઼ડિયો પણ શેર કરતી રહે છે જેમાં તે બોલિવૂડના જૂના ગીત ગાતી હોય છે. તેમને કિશોર કુમાર અને લતા મંગેશકરના ગીત ગાવા વધારે પસંદ છે. જેનો ઉલ્લેખ તેમને ઇન્સ્ટાગ્રામ પર પણ કર્યો છે.

Swanky Maruti, MG Hector જેવી કારની છે માલિક
સોનાલિકા જોષી પાસે ઘણી મોંઘી કાર છે. તેમની પાસે 37 લાખ રૂપિયાની MG Hector કાર છે. સોનાલિકા પાસે ટોયોટાની ઈટિયોઝ કાર પણ છે જેની કિંમત 9.13 લાખ રૂપિયા થાય છે. હાલમાં જ તેમણે મારુતીની એક નવી કાર ખરીદી છે જેનો ફોટો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે Swanky Maruti કાર ખરીદી છે જેમણે તેની ખુશી પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

આટલું એજ્યુકેશન મેળવ્યું છે માધવી ભીડેએ
સોનાલિકા જોષીના એજ્યુકેશનની વાત કરીએ તો તેમણે મિરાંડા હાઇસ્કૂલ કોલકાતાથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે. આ પછી તેમણે યૂનિવર્સિટી ઓફ મુંબઈથી ડિગ્રી હાંસલ કરી છે. તેમણે ઇતિહાસમાં બી.એ. કર્યું છે. સોનાલિકાએ ફેશન ડિઝાઈનિંગ અને થિએટરનું પણ એજ્યુકેશન લીધું છે.

You cannot copy content of this page