પરિણીતી ચોપરાથી લઈ અમિશા પટેલ સુધી, આ છે બોલિવૂડની હાઈએસ્ટ એજ્યુકેટેડ અભિનેત્રી

મુંબઈઃ બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી અલગ મુકામ હાંસલ કરનારી એક્ટ્રસ એજ્યુકેશનમાં પણ અવ્વલ છે. પછી તે પરિણીતી ચોપરા હોય કે, અમિશા પટેલ આ દરેક એક્ટ્રસ એજ્યુકેશનમાં ભલ-ભલાને પાછળ મૂકી દે તેમ છે. તો અમે તમને આ એક્ટ્રસના એજ્યુકેશન વિશે જણાવીએ.

પરિણીતિ ચોપરા
પ્રિયંકા ચોપરાની કઝિન અને એક્ટ્રસ પરિણીતી ચોપરાએ ઘણું એજ્યુકેશન મેળવ્યું છે. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલ UKથી ટ્રિપલ ઓનર્સ ડિગ્રી હાંસલ કરી છે. પરિણીતી પાસે બિઝનેસ, ફાયનાન્સ અને ઇકોનોમિની ડ્રિગ્રી છે.

અમીશા પટેલ
ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’થી બોલિવૂડમાં ધૂમ મચાવનારી એક્ટ્રસ અમીશા પટેલ એટલી એજ્યુકેટેડ છે કે, તમને વિશ્વાસ પણ નહીં થાય. અમીશા પટેલ અમેરિકાના મૈસાચુસેટ્સ સ્થિત ટફ્ટ્સ યૂનિવર્સિટીની ગોલ્ડ મેડાલિસ્ટ છે.

સોહા અલી ખાન
એક્ટ્રસ સોહા અલી ખાન નવાબ પરિવારમાંથી છે, પણ સોહા અલી ખાન હાઇએસ્ટ એજ્યુકેટેડ એક્ટ્રસમાંથી એક છે. સોહા અલી ખાને બૈલિઓલ કોલેજ, ઓક્સફોર્ડથી મોર્ડન હિસ્ટ્રીમાં બેચલર્સ ડિગ્રી હાંસલ કરી છે. આ ઉપરાંત સોહાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સાયન્સથી ઇન્ટરનેશનલ રિલેશન્સમાં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી છે.

વિદ્યા બાલન
પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત વિદ્યા બાલને સેન્ટ ઝવેરિર્યસ કોલેજ મુંબઈથી સોશિયોલોજીમાં ડિગ્રી હાંસલ કરી છે. આ સાતે જ વિદ્યાએ મુંબઈ યૂનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે.

પ્રીતિ ઝિન્ટા
એક્ટ્રસ પ્રીતિ ઝિન્ટા પણ બોલિવૂડની હાઇએસ્ટ એજ્યુકેટેડ એક્ટ્રસમાંથી એક છે. પ્રીતિ ઝિન્ટાએ સેન્ટ બીડ્સ કોલેજથી ઇંગ્લિશ ઓનર્સમાં બેચલર્સ ડિગ્રી મેળવી છે. આ સાથે જ તેમની પાસે માસ્ટર ડિગ્રી પણ છે.