‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં જેઠાલાલના બાપુજી એવું તે શું બોલ્યા કે મચી ગઈ બબાલ

મુંબઈ: પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તાજેતરના એક એપિસોડમાં ભાષાને લઇને ચંપકચાચા (જેઠાલાલના બાપુજી) ના એક ડાયલોગ બાબતે હંગામો મચ્યો છે. આ મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શૉ સામે નારાજગી વ્યક્ત કરી છે. પ્રોડ્યુસર અમય કોપરે શૉ ના મેકર્સને માફી માંગવા કહ્યું છે. જ્યાર બાદ હવે આ શો ના નિર્માત અસિત મોદીએ સોશિયલ મીડિયામાં આ મામલે સ્પષ્ટતા કરી છે.

અસિત મોદીએ ટ્વિટમાં શુ લખ્યું? : તમને જણાવી દઇએ કે શૉ માં ચંપકચાચાએ કહ્યું હતું કે, હિંદી ભાષા મુંબઇની કોમન ભાષા છે. તેથી બધા લોકો હિંદીમાં વાત કરે તો ગેરસમજ ન થાય. વિવાદ બાદ અસિત મોદીએ ટ્વિટ કરી લખ્યું કે, મુંબઇ મહારાષ્ટ્રમાં છે અને આપણા મહારાષ્ટ્રની રાજભાષા મરાઠી છે. એમાં કોઇ ડાઉટ નથી કે હું ભારતીય છું. મહારાષ્ટ્રીયન છું અને ગુજરાતી પણ છું. ભારતની બધી જ ભાષાઓનું સન્માન કરુ છું. જય હિંદ.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટ્વિટર હેંડલ પર પણ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તારક મહેતા (શૈલેશ લોઢા) કહી રહ્યા છે કે ભારતની આર્થિક રાજધાની અને મહારાષ્ટ્રનું સુંદર શહેર મુંબઇ, જ્યાંની સ્થાનિક અને સત્તાવાર ભાષા મરાઠી છે. અમે ગત એપિસોડમાં ચંપક ચાચા દ્વારા કહેવામાં આવેલા ડોયલોગ- ‘અહીંયાની સામાન્ય ભાષા હિન્દી છે’. તેનો ભાવાર્થ એ હતો કે મુંબઇમાં ખુલ્લા મનથી દરેક પ્રાંતના લોકોને અને દરેક ભાષાઓને સન્માન આપવામાં આવે છે, પ્રેમ આપવામાં આવે છે. છતાં પણ ચંપક ચાચાની આ વાતથી કોઇની લાગણી દુભાઇ છે તો અને હ્રદયપૂર્વક માફી માંગીએ છીએ.

તમને જણાવી દઇએ કે અમય ઠાકુરે ટ્વિટ કર્યું હતું કે તારક મહેતાના લોકો એ વાત જાણે છે કે મુંબઇની મુખ્ય ભાષા મરાઠી છે છતાં પણ આ લોકો પ્રોપેગન્ડાનો પ્રમોટ કરી રહ્યા છે. મહારાષ્ટ્રીયન લોકો પણ આ શૉ નો હિસ્સો છે, તેમને આ પ્રકારના કન્ટેન્ટનો સપોર્ટ કરવા બદલ શરમ આવવી જોઇએ.

બીજી તરફ MNSના જનરલ સેક્રેટરી શાલિની ઠાકરેએ પણ આ મામલે તારક મહેતા ટીવી શ્રેણીની ટીકા કરી હતી અને અસિત મોદીને માફી માંગવા કહ્યું હતું.