લોકડાઉનની સ્થિતિ વચ્ચે એક પરિવારમાં બે જોડિયા બાળકોનો થયો જન્મ, બન્નેના શું પાડ્યા નામ?

કોરોના અને કોવિડ આ બે એવા શબ્દો છે, જેણે આખી દુનિયાને ઘુંટણીયે કરી દીધી છે. આ બે શબ્દો લોકોના મનમાં ડર ઉત્પન કરે છે, પરંતુ રાયપુરના એક દંપતિએ પોતાનાં બે નવજાત જોડિયાં બાળકોનાં નામ કોરોના અને કોવિડ રાખ્યાં છે. દંપતિ માટે આ બે જોડિયાં બાળકો મુશ્કેલીઓ પર વિજયના પ્રતિક સમાન છે. આ બે બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે. લોકોના મનમાંથી આ સંક્રમણની બીક દૂર કરવા માટે મહિલા અને તેના પરિવારે જોડિયાં બાળકોનાં નામ કોરોના અને કોવિડ પાડ્યું. (Representative Pictures)

બાળકોના નામનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેમનાં બાળકોનાં નામ હંમેશાં લોકોને આ લોક ડાઉનને યાદ કરાવતાં રહેશે. બાળકોની માં જણાવે છે કે, આ દિવસને તે જીવનભર ભૂલી નહીં શકે. 26-માર્ચે સાંજે તેને પેટમાં દુખાવો શરૂ થયો એટલે તેને રાયપુરની આંબેડકર હોસ્પિટલમાં પહોંચાડવામાં બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. નવજાત બાળકોની 27 વર્ષીય માતા પ્રીતિ વર્માએ જણાવ્યું કે, આ જોડિયાં બાળકો રૂપે મને 27 માર્ચની સવારે આશીર્વાદ મળ્યા. અમે અત્યારે છોકરાનું નામ કોવિડ અને છોકરીનું નામ કોરોના રાખ્યું છે. (Representative Pictures)

તેમણે કહ્યું કે, જ્યારે હોસ્પિટલના કર્મચારીઓએ પણ બાળકોને કોરોના અને કોવિડ નામથી બોલાવવાનું શરૂ કર્યું ત્યારે અમે પણ અંતે એ જ નામ પાડવાનું નક્કી કરી દીધું. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી આ દંપતી રાજ્યના પાટનગર રાયપુરની પુરાની વસ્તી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. (Representative Pictures)

તેમણે જણાવ્યું કે, 26 માર્ચની મોડી રાત્રે અચાનક જ પેટમાં ખૂબજ દુખાવો થવા લાગ્યો. પતિએ માંડ-માંડ 102 મહતારી એક્સપ્રેસ સેવા અંતર્ગત એક એમ્બુલેન્સની વ્યવસ્થા કરી. વિનય શર્માએ જણાવ્યું કે, લોકડાઉનના કારણે રસ્તા પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ હતો. અમને અલગ-અલગ પોલીસ સ્ટેશન પર રોકવામાં આવતાં પરંતુ હાલત જોઇ તરત જ જવા દેતા. માં અને બાળકો ત્રણેય સ્વસ્થ છે. હોસ્પિટલમાં બાળકોને જોવા આવનાર સંબંધીઓ અને મિત્રોએ નામકરણને સાહસિક નિર્ણય ગણાવ્યો. (Representative Pictures)

બાળકોની માંએ જણાવ્યું કે, હું વિચારતી હતી કે, અડધી રાત્રે હોસ્પિટલમાં શું હશે, પરંતુ સૌભાગ્યથી ડોક્ટર અને અન્ય સ્ટાફે બહુ મદદ કરી. વર્માએ જણાવ્યું કે, અમારા સંબંધીઓ હોસ્પિટલમાં આવવા ઇચ્છતાં હતાં, પરંતુ લોકડાઉનના કારણે આવી શકતા નહોંતા, બસ અને ટ્રેન સેવા પણ બંધ છે. (Representative Pictures)

બીઆર આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં પીઆરઓ શુભ્રા સિંહે કહ્યું કે, માં અને નવજાત બાળકોનું સ્વાસ્થ્ય સારું છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વધુમાં શુભ્રા સિંહે જણાવ્યું કે, પ્રીતિ વર્મા તેના પતિ સાથે હોસ્પિટલમાં પહોંચી ત્યારે તરત ક સીજેરિયનની વ્યવસ્થા કરાવામાં આવી, કારણકે કેસ થોડો જટીલ હતો. (Representative Pictures)

તેમના આવ્યા બાદ 45 મિનિટમાં સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી. સિંહે જણાવ્યું કે, જુડવા બાળકો કોવિડ અએ કોરોના નામ આખી હોસ્પિટલમં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.