યુવતીએ ફિલ્મી અંદાજમાં યુવક પર રિવોલ્વર તાકી, ભાભીએ બગાડ્યો નણંદનો ખેલ, જુઓ તસવીરો

સોશ્યલ મીડિયામાં હાલ એક યુવક અને યુવતીનો રિવોલ્વર સાથેના ફોટો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીએ ફિલ્મી સ્ટાઈલમાં એક યુવક પર અલગ અલગ અંદાજમાં બંદૂક તાકીને રાખી છે. તસવીરો વાઈરલ થતાં જ મોટી બબાલ મચી ગઈ છે. આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે યુવતીની ભાભીએ ખુદ તેની નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ અટપટો કિસ્સો ઉત્તરપ્રદેશના બાગપતનો છે. બડૌત શહેરમાં રહેતી યુવતીના લગ્ન બિજરોલ ગામના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા જ સમયમાં કોઈ વાતને લઈને યુવતીને તેના પતિ સાથે ઝગડો થયો હતો. પછી યુવતી પિયર ચાલી ગઈ હતી. દરમિયાન અંદાજે બે મહિના પહેલાં યુવતીએ તેની ભાભી સહિત પાંચ લોકો સામે કેસ નોંધાવ્યો હતો. જેમાં યુવતીએ આરોપીઓ સામે મારપીટનો આરોપ મૂક્યો હતો.

બીજી તરફ યુવતીની ભાભીએ ગુસ્સામાં તેની નણંદના અનેક ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ કરી લીધા હતા. આ ફોટો છેવટે પોલીસ પાસે પહોંચી ગયા હતા. જેમાં યુવતી અને તેનો કથિત પ્રેમી રિવોલ્વર સાથે જોવા મળી રહ્યો છે.

વાઈરલ થયેલી પોસ્ટમાં યુવતીએ તેના પ્રેમીના લમણે રિવોલ્વર તાકી રાખી છે. બીજી તરફ પોલીસે તસવીરો વાઈરલ થયા બાદ પ્રેમીપંખીડાની શોધખોળ આદરી છે. પોલીસ અધિકારી આલોકસિંહે જણાવ્યું હતું કે જમીન વિવાદમાં નણંદ અને ભાભી વચ્ચે ઝગડો ચાલી રહ્યો છે. હવે પ્રેમીપંખીડાને શોધીને રિવોલ્વર જપ્ત કરવામાં આવશે.