અફઘાનમાં નાના છોકરાઓ છોકરીઓના કપડાં પહેરી મજબૂરીમાં કરે છે ડાન્સ, પછી શરૂ થાય છે ‘ગંદો’ ખેલ

કાબુલઃ આ સમયે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો છે. અફઘાનિસ્તાનમાં ડર અને અસલામતીની ભાવના છે. આગામી સમયમાં તાલિબાનના કટ્ટર કાયદાને કારણે જનતમાં ભયનું સામ્રાજ્ય છે. તાલિબાનોને કારણે અફઘાનિસ્તા જ બદલાઈ જશે. મહિલાઓની આઝાદી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકાઈ જશે.

લોકોના મનમાં ડર છે કે હવે અફઘાનિસ્તાનમાં અનેક કુરિવાજો શરૂ થશે. જોકે, અહીંયા પહેલેથી જ એક કુરિવાજ ચાલતો આવે છે અને તેનો આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે. આ પ્રથા બચ્ચા બાજી છે. આજે જાણીએ બચ્ચા બાજીમાં કેવી રીતે સગીરો સાથે કેવી રીતે ખરાબ વર્તન કરવામાં આવે છે.

શું છે બચ્ચા બાજી કુરિવાજાઃ બચ્ચા બાજી એક એવો કુરિવાજ છે, જે પૈસાદાર લોકો 10 વર્ષની ઉંમરની આસપાસના છોકરાઓને પાર્ટીમાં ડાન્સ કરાવે છે. આટલું જ નહીં આ છોકરાઓને છોકરીઓને કપડાં પહેરાવવામાં આવે છે અને મેકઅપ પણ કરવામાં આવે છે. પાર્ટી પૂરી થયા બાદ આ છોકરાઓ પર બળાત્કાર કરવામાં આવે છે. આ પ્રથામાં માત્ર છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ હોય છે. આ જ કારણે આ પ્રથાનો હંમેશાં વિરોધ કરવામાં આવે છે.

કેમ છોકરાઓ બચ્ચા બાજીનો ભોગ બને છેઃ જે બાળકો પાર્ટીમાં જઈને ડાન્સ કરે છે, તે મોટાભાગે ગરીબીમાં રહેતા હોય છે. પૈસા માટે તેઓ ડાન્સ કરવા મજબૂર બને છે. ઘણીવાર બાળકોનું અપહરણ કરવામાં આવે છે અને તેમને પૈસાદાર વર્ગમાં વેચી દેવામાં આવે છે. આવા બાળકોને કામને બદલે માત્ર કપડાં ને ભોજન મળે છે. બાળકો ખરીદ્યા બાદ અમીરો તેનો મનફાવે તે રીતે ઉપયોગ કરે છે.


ડોક્યૂમેન્ટ્રી પણ બનાવવામાં આવી છેઃ અફઘાનિસ્તાનમાં સમલૈંગિકતાને ગેર-ઈસ્લામિક તથા અનૈતિક માનવામાં આવે છે પરંતુ આ કુરિવાજ અમીરોમાં સામાન્ય છે. આ બાળકોને લૌંડે કે બચ્ચા બેરીશ કહીને બોલાવામાં આવે છે.

આ પ્રથા પર 2010માં ધ ડાન્સિંગ બોય્ઝ ઓફ અફઘાનિસ્તાન નામની ડોક્યૂમેન્ટ્રી બનાવવામાં આવી હતી. અફઘાન પત્રકાર નઝીબુલ્લાહ કુરૈશીએ ડિરેક્ટ કરી હતી.

કેમ આ કુરિવાજ પર પ્રતિબંધ મૂકવામાં નથી આવતોઃ અફઘાનિસ્તાનમાં આ પ્રથાને ગેરકાનૂની માનવામાં આવે છે. જોકે, આ બચ્ચા બાજી સંબંધિત ગતિવિધિ અમીર તથા સશસ્ત્ર પુરુષોના હાથમાં છે અને તેથી જ આ અંગેનો કાયદો પૂરી રીતે ક્યારેય અમલી બન્યો નહીં.