આ માસૂમે કોઈ પણ દવા વગર આ રીતે કોરોનાને આપી જબરજસ્ત માત, જાણો કઈ રીતે

લખનઉ: અઢી વર્ષના કોરોના પોઝિટિવ દર્દીએ આ રોગ સામેની લડાઇમાં જીત મેળવી છે. તેણે કોઈ પણ દવા વિના ખતરનાક વાયરસને હરાવી દીધો છે. સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ડોક્ટરોએ તેને રજા આપી દીધી છે. ડોકટરોના મતે કેજીએમયુમાં દાખલ દર્દીઓને 14 થી 24 દિવસમાં રજા આપવામાં આવી છે. 6 એપ્રિલે બાળકને દાખલ કરવામાં હતો. તે છ દિવસમાં સ્વસ્થ થઈને ગયો હતો. જો કે, 14 દિવસ સુધી માતા અને બાળક બંને ક્વોરેન્ટાઈનમાં રહેશે. આ દરમિયાન, જરૂર પડે તો તપાસ પણ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાજ્યનો સૌથી નાનો કોરોના પોઝિટિવ દર્દી હતો.

આ છે આખો મામલો
ગોમતીનગરની રહેવાસી મહિલા ડોક્ટર કેનેડાથી પરત ફરી હતી. તેનામાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. કેજીએમયુમાં સારવાર બાદ તે ઘરે પહોંચી હતી. ત્યારબાદ, તેના બાળક, સાસુ-સસરા પણ વાયરસની પકડમાં આવ્યા હતા. 6 એપ્રિલે, અઢી વર્ષનાં બાળકમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ. બાળકને કેજીએમયુના ચેપી રોગોના યુનિટમાં અલગ રાખવામાં આવ્યો હતો. 48 – 48 કલાકમાં બે પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શનિવારે બાળકને રજા આપવામાં આવી હતી.

રમતગમતમાં કોરોનાને હરાવ્યો
ડોક્ટરના કહેવા પ્રમાણે, બાળકમાં કોરોનાના હળવા લક્ષણો હતા. તે A કેટેગરીનો હતો. તેને ગળામાં ચેપ લાગ્યો હતો. વાયરસ શ્વસનતંત્ર સુધી પહોંચી શક્યો નહીં. તપાસમાં ઘણો ઓછો વાયરલ લોડ મળ્યો.

બાળકને સુપાચ્ય આહાર આપ્યો. દલિયા અને ખીચડી ખાધી. દૂધ પીધું. વોર્ડમાં તેને રમવા માટે રમકડા આપવામાં આવ્યા હતા. જો કે, કોઈ દવા આપવામાં આવી ન હતી. તેણે જાતે જ તેની રોગપ્રતિકારક શક્તિ દ્વારા વાયરસને માત આપી હતી.