ચીનની આ લેબને કારણે દુનિયાભરમાં મચ્યો છે કોરોનાનો આંતક, તો શું અમેરિકા જવાબદાર છે?

બેઈજિંગ: કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં હાહાકાર ફેલાયો છે. હવે તેના વિશે મોટો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાનો ઉદ્દેશ ચીનના વુહાનમાં માંસના બજારમાંથી થયો ન હતો, પરંતુ તે એક લેબોરેટરીમાંથી થયો હતો. આ પ્રયોગશાળામાં, યુએસ સરકાર દ્વારા આપવામાં આવતા ભંડોળમાંથી ચામાચિડીયા પર સંશોધન કરવામાં આવી રહ્યું હતું. એક રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. કોરોનાથી વિશ્વભરમાં 1 લાખ 8 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. તો, ચીનમાં સરકારી આંકડા અનુસાર, લગભગ 3400 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, ચીનમાં હવે સ્થિતિને સામાન્ય માનવામાં આવે છે. વુહાન સહિતના તમામ સ્થળોએથી લોકડાઉન પણ દૂર કરવામાં આવ્યું છે. ત્યારે આ ખુલાસાએ ફરી એકવાર ચીન અને અમેરિકાની ઉપર મોટા સવાલો ઉભા કર્યા છે.


ડેલી મેલમાં છપાયેલાં સમાચાર મુજબ, ચીનનાં વુહાનમાં સ્થિત આ લેબમાં અમેરિકન સરકાર દ્વારા આપવામાં આવેલી આર્થિક મદદથી ચીનની ગુફાઓમાંથી કાઢવામાં આવેલા ચામાચિડીયા ઉપર રિસર્ચ ચાલી રહ્યુ હતુ. રિપોર્ટ મુજબ, વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વીરોલોજીમાં 1000 માઈલ દૂર યૂંનાનની ગુફાઓમાંથી લાવવામાં આવેલાં ચામાચિડીયા ઉપર રિસર્ચ ચાલી રહ્યુ હતુ.


આ રિસર્ચ માટે અમેરિકન સરકાર પાસેથી 10 કરોડ રૂપિયાની આર્થિક મદદ મળી હતી. આ લેબ વુહાનમાં માંસ બજાર પાસે છે. અગાઉ આ લેબ પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે અહીંથી કોરોના વાયરસ બહાર આવ્યો છે. પહેલાં, વાયરસ ફક્ત યુનાનની ગુફાઓના ચામાચિડીયાઓમાં જ જોવા મળ્યો હતો. પાછળથી એવું કહેવામાં આવ્યું હતું કે તે વુહાનના માંસ બજારથી પ્રાણીઓમાંથી માનવો સુધી પહોંચ્યો છે.

ડેઇલી મેઇલ મુજબ લેબમાં આવા કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે, જે સૂચવે છે કે તે લેબમાં ચામાચિડીયાઓ પર પ્રયોગો થયા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં, એવું અગાઉ કહેવામાં આવ્યું છે કે આ વાયરસ એક લેબોરેટરીમાંથી બહાર આવ્યો છે. બીજી તરફ, આ સમાચાર બહાર આવ્યા પછી અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. યુએસના ધારાસભ્ય મેટ ગેટ્ઝે કહ્યું હતું કે, યુએસ સરકાર પ્રાણીઓ પરના આ પ્રકારના ખતરનાક પ્રયોગને ફંડ આપી રહી છે તે જાણીને હું આશ્ચર્યમાં અને નિરાશ છું. કદાચ આ જ કારણે કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે.

પ્રાણીઓ પરના આવા પ્રયોગો વિરુદ્ધ કામ કરનારી અમેરિકન સંસ્થા વાઈટ કોટ વેસ્ટે કહ્યુ,યુ.એસ. સરકાર આવા પ્રયોગો પર ટેક્સના નાણાં ખર્ચ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રાણીઓ ઉપર પ્રયોગો કરાયા બાદ તેનું માંસ માર્કેટમાં વેચવામાં આવ્યુ હતુ. અમેરિકામાં બાયોમેડિકલ અને પબ્લિક હેલ્થ રિસર્ચનું કામ સરકારની એનઆઈએચ સંસ્થા કરે છે. એનઆઈએચની વેબસાઈટ પર અમેરિકાનાં અન્ય ઈન્સ્ટીટ્યૂશનની જેમ વુહાન ઈન્સ્ટીટ્યૂટ પણ તેમાં પાર્ટનર તરીકે રજીસ્ટર છે.

જો કે, વુહાન ઈન્સ્ટિટ્યૂટ હંમેશાથી આવા આક્ષેપોને નકારે છે. આ સંસ્થા ચીન સરકાર દ્વારા 2003 પછી બનાવવામાં આવી હતી. ત્યારબાદ ચીનમાં સાર્સ વાયરસ ફેલાયો હતો. સાર્સ એ એક કોરોના વાયરસ હતો જેમાં 775 લોકો માર્યા ગયા હતા. વિશ્વભરમાં 8,000 લોકોને ચેપ લાગ્યો હતો. આ વાતને નકારી શકાય નહી કે, વુહાનની લેબમાં ચામાચિડીયાનો પ્રયોગ ચાલી રહ્યો હતો. રિપોર્ટ મુજબસ લેબનો એક વૈજ્ઞાનિક પણ સંક્રમિત થઈ ગયો હતો. ત્યારબાદ અન્ય લોકોમાં ફેલાયો હતો.