આ જગ્યાએ હસતા-રમતા માણસનું કોરોનાને કારણે ઘડીભરમાં થઈ જાય છે મોત, સામે આવ્યા રહસ્યમય કિસ્સાઓ

કેસ 1: પત્રકાર અને 83 મેરાથોન દોડી ચુકેલા 51 વર્ષના એનિક જેસડાનનને કોરોના વાયરસનું સંક્રમણ બાદ ઈલાજ થયો તો તેમને હૉસ્પિટલમાં ભરતી કરવાની જરૂર ન પડી. માર્ચના અંતમાં તે ઠીક થવા લાગ્યા હતા, ફેફસામાં ચેપ મળી રહ્યો હતો. અચાનક 1 એપ્રિલે હાલત બગડી. તેમને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા, જ્યાં 13 કલાક બાદ તેમનુ મોત થઈ ગયું.

કેસ 2: 25 વર્ષની નર્સ એમિલી મુજિક્યા ન્યૂયૉર્કના બહારના વિસ્તારમાં આવેલા એક હૉસ્પિટલમાં ભરતી 44 વર્ષની મહિલાની દેખભાળ કરી રહ્યા હતા. આ મહિલા ઠીક થઈ રહી હતી. અચાનક તેના શ્વાસ રુંધાવા લાગ્યા અને તેને વેન્ટિલેટરથી શ્વાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું. હવે તે જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.

આ તો માત્ર બે જ મામલા સામે આવ્યા છે. આવા અનેક મામલા અમેરિકામાં સામે આવ્યા છે, જ્યાં દર્દીઓનું સ્વાસ્થ્ય કેટલાક કલાકોમાં એ ઝડપે બગડી રહી છે કે સીધા તે મોતના મોઢામાં જઈ રહ્યા છે. અનુભવી સ્વાસ્થ્યકર્મીઓના અનુસાર તેમણે કોઈ બીમારીમાં આવું નથી જોયું. તે આને ગાંડપણ જેવી સ્થિતિ કહે છે, કારણ કે તે કાંઈ જ નથી કરી શકતા.

ન્યૂયૉર્કના માઉન્ટ સિનાઈ હૉસ્પિટલની નર્સ ડાયના ટોરેસના અનુસાર દર્દી સ્વસ્થ મહેસૂસ કરે છે. તેમને થોડા સમય માટે મુકીને આવીએ તો તેઓ હોશ ખોઈ બેસે છે. હું દર્દીઓથી દૂર જવામાં ડરવા લાગી છું. એવું યુવાનો સાથે પણ થઈ રહ્યું છે. દર્દી વાતચીત કરતા આવે છે અને થોડા સમયમાં શ્વાસ માટે પણ ઝઝૂમે છે.

બે અઠવાડિયા વેન્ટિલેટર પર રહેવું પડે
કોલંબિયા વિશ્વવિદ્યાલયના ઈરવિંદ મેડિકલ સેન્ટરના મુખ્ય સર્જન ડૉ. ક્રેગ સ્મિથના અનુસાર વેન્ટિલેટર પર સંક્રમિત દર્દી સરેરાશ બે મહિના વિતાવી રહ્યા છે. આ દરમિયાન મોટાભાગના મોત થઈ રહ્યા છે. મોતની સંખ્યા સામાન્ય કરતા વધારે છે. મહામારીના કારણે ગરબડીઓથી ભરેલી સ્થિતિથી પણ મોતનો આંકડો વધી રહ્યો છે.

જીવન બચાવવાનો છેલ્લો પ્રયાસ
લૉસ એન્જિલિસના યૂસીએલએમાં સંક્રામક રોગ વૈજ્ઞાનિક ડૉ. ઓટો યંગના અનુસાર અચાનક સ્વાસ્થ્ય ખરાબ થવાનું કારણ શરીર દ્વારા જીવનને બચાવવા માટે લાવવામાં આવેલી ‘સાઈટોકાઈન લહેર’ હોય છે. આ પ્રક્રિયામાં શરીર ઝડપથી રોગ પ્રતિકારક કોશિકાઓ પેદા કરે છે. પરંતુ કોરોના વાયરસ તેનાથી પણ નથી રોકાતો. આ દરમિયાન બનેલા સાઈટોકાઈન તત્વો બીપી વધારે છે અને ફેફસા અને અન્ય અંગોને નિષ્ફળ કરવા લાગે છે.