આ દેશમાં આ કારણે કોરોના ના મચાવી શક્યો આતંક, આસપાસના દેશોમાં થયા છે હજારોના મોત

લંડન: કોરોના નામના જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 17 લાખ 73 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. મૃત્યુઆંક 1 લાખને વટાવી ગયો છે. કોરોનાને કારણે 1 લાખ 8 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે 4 લાખ 1500 થી વધુ લોકોએ કોરોનાને માત પણ આપી છે. યુરોપમાં પણ આ વાયરસને કારણે વિનાશ થયો છે. પરંતુ તુર્કીમાં, કોરોનાને લોકોએ પોતાની સમજથી માત આપી છે. અહીંનાં લોકોમાં શરૂઆતથી જ હાથોમાં ક્લોન નામનું પરફ્યુમ છાંટવાનો રિવાજ છે. આ ટેવને કારણે અહીં કોરોના ખૂબ ફેલાયો નહીં.

આલ્કોહોલની માત્રા વધારે
તુર્કીમાં વેચાતા કલોન પરફ્યુમનું વેચાણ કોરોનાના કહેરમાં ઝડપથી વધી ગયું છે. તેના વેચાણમાં 3400 ટકાનો વધારો થયો છે. આ કલોનનો ઉપયોગ તુર્કીમાં બેક્ટેરિયાને મારવા માટે લાંબા સમયથી કરવામાં આવે છે. ઉપરાંત, તેના ઉપયોગથી શરીરની ગંધથી પણ બચી શકાય છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ વધારે છે. તેનાથી બેક્ટેરિયા મરી જાય છે. કોરોનાના કહેરને કારણે આ પરફ્યુમના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આનાથી કોરોના વાયરસ તાત્કાલિક મૃત્યુ પામે છે

લાંબા સમયથી કરાઈ રહ્યો છે ઉપયોગ
તુર્કીમાં ક્લોનનો ઉપયોગ લાંબા સમયથી કરાઈ રહ્યો છે. તેનો ઉપયોગ તુર્કીની હોટલમાં આવતા મહેમાનોના હાથ સાફ કરવા માટે કરવામાં આવે છે. વળી, બસ દ્વારા લાંબી મુસાફરી કરતા લોકો ઉપર પણ કલોન છાંટવામાં આવે છે. કલોન કરતા સાબુ સસ્તા આવે છે પરંતુ તેની સુગંધને કારણે કલોનની વધુ માંગ છે. તેના વેચાણ અને કોરોનાને મારવાની ક્ષમતાને ધ્યાનમાં લેતા, દેશના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોઆને કહ્યું છે કે તેનું ઉત્પાદન ઘટશે નહીં. અહીં, ખાસ કરીને વૃદ્ધોને આ પરફ્યુમ મળશે.

તુર્કીમાં આવી સ્થિતિ છે
તુર્કીમાં કોરોનાના કુલ 48 હજાર કેસ છે, જેમાંથી 1 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ વાયરસને કારણે, યુરોપનાં બાકી દેશો અને બ્રિટન કરતાં તુર્કીની હાલત વધારે સારી છે. તુર્કીમાં, 20 વર્ષથી નીચેના અને 65 વર્ષથી ઉપરના લોકોએ ઘરે રહેવું ફરજિયાત છે. તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, રમતગમતના કાર્યક્રમો અને તમામ મસ્જિદો અહીં બંધ કરી દેવામાં આવી છે. ત્યારબાદ સ્થિતિ થોડી સુધરી છે.