સંકટ સમયે ડૉક્ટર-પોલીસ કામ કરે છે તો હું ઘરે ના બેસી શકું, જુસ્સો જોઈને થઈ જશે માન

 

ભોપાલ: કોરોનાના કારણે આખી દુનિયા ડરેલી છે. લોકો પોતાના ઘરે હોવા છતાં ડરેલા છે. તો હજારો મજૂરો ભુખ્યા તરસ્યા રસ્તા પર ભટકી રહ્યા છે. કેટલાક લોકો એવા પણ છે જે સંકટના આ સમયમાં પોતાના જીવની પરવા કર્યા વિના જનતા માટે જરૂરી સેવામાં લાગેલા છે. આજે અમે તમારી મુલાકાત એવી જ એક મહિલા સાથે કરાવવા જઈ રહ્યા છે. જે ન તો પોલીસકર્મી છે ન તો ડૉક્ટર કે નિગમની કર્મચારી. પરંતુ તેનો ઉત્સાહ જોઈને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે. આવો જાણીએ તેના વિશે.

અમે જે લેડી કોરોના વૉરિયરની વાત કરી રહ્યા છે તેમનુ નામ પ્રગતિ તાયડે છે અને તે ભોપાલમાં રહે છે. તે મધ્ય પ્રદેશના વીજળી વિભાગની કર્મચારી છે. લૉકડાઉન હોવા છતા તે રોજ પોતાની ઑફિસ જાય છે. એટલું જ નહીં તેની 6 મહિનાની દીકરી પણ છે. તેમનું કહેવું છે કે, હું નથી ઈચ્છતી કે સંકટના આ સમયમાં કોઈના ઘરે અંધારું રહે. તે ઑફિસ જતા સમયે ગરીબો માટે ભોજન બનાવીને પણ લઈ જાય છે. જો રસ્તામાં કોઈ ભૂખ્યું મળે તો તેને આપી દે છે.

પ્રગતિ તાયડે પોતાની 6 મહિનાની દીકરીને પણ ઑફિસ લઈ જાય છે. તેઓ કહે છે કે દીકરીને ઑફિસ લઈ જવી પડકારભર્યું કામ છે. પરંતુ તેને ઘરમાં એકલી મુકી શકાય તેમ નથી.

પ્રગતિનું કહેવું છે કે તે પણ ડૉક્ટર, નર્સ, પોલીસકર્મીની જેમ તેની ફરજ નિભાવી રહી છે. તમામ લોકો વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. એવામાં હું ઘરે કેમ બેસી રહું. આ ગરમીમાં લૉકડાઉનના કારણે ઘરે રહેતા લોકોને કોઈ પ્રકારની સમસ્યા ન થાય એટલે હું ડ્યૂટી પર આવું છું.

જણાવી દઈએ કે પ્રગતિ ભોપાલના નયાપુરા વીજળી સબસ્ટેશનમાં સવારે 8 થી લઈને સાંજના 4 વાગ્યા સુધી પોતાની ફરજ બજાવે છે.પ્રગતિ તાયડે સબસ્ટેશનમાં ટેસ્ટિંગ ઑપરેટર તરીકે ફરજ બજાવે છે.

પ્રગતિ તાયડે તેના લગ્નમાં પતિ સાથે.