સેક્સ પાવર વધારવા યુવક એક સામટી ખાઈ ગયો વાયગ્રાની 10-10 ગોળીઓને પછી…

ભોપાલમાં એક યુવકનું શક્તિવર્ધક દવા (વાયગ્રા) ખાવાને લીધે મોત થયું છે. તે બે દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. સારવાર દરમિયાને તેને દમ તોડી દીધું હતું. તેને વાયગ્રાની 10 ગોળી ખાઈ લીધી હતી. જોકે, આ તેના કારણોનો ખુલાસો થયો નથી. તે બે ભાઈઓ અને માતા-પિતા સાથે રહેતો હતો. તેના લગ્ન હજુ થયા નહોતાં.

આ અંગે તપાસ કરી રહેલાં પિપલાની પોલીસ સ્ટેશનના અધિકારી દેવીરામ અંબેએ જણાવ્યું કે, પટેલ નગર સ્થિત હોસ્પિટલમાં ગુરુવારે મર્ગની માહિતી મળી હતી. ઘટના સ્થળે પહોંચ્યા પછી શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ડૉક્ટરે જણાવ્યું કે, મૃતક 25 વર્ષીય બાબૂલાલ મીણા છે. જે 9 ડિસેમ્બરે સાંજે દાખલ કરવામાં આવ્યો હતો.

તે ગંભીર હાલતમાં હોસ્પિચવ પહોંચ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, વાયગ્રાની 10 ગોળી ખાઈ લીધી હતી. સારવાર દરમિયાન ગુરુવારે મોત થઈ ગયું હતું. ડૉક્ટરોનું કહેવું છે કે, ગોળીઓના ઓવર ડોઝ લેવાને લીધે આવું થયું છે. પ્રારંભિક રિપોર્ટમાં શરીરમાં સસ્પેક્ટેડ પોઇઝન આવ્યું છે.

તપાસ અધિકારી અંબેએ જણાવ્યું કે, ન તો યુવકે ગોળી ખાવાનું કારણ બતાવ્યું અને ના તો તેમની પાસે અથવા ઘરમાંથી સ્યૂસાઈડ નોટ મળી છે. પરિજનોએ પણ કોઈ આશંકા વ્યક્ત કરી નથી. તપાસમાં સ્યૂસાઈડ માટે ગોળી ખાવાથી વધારે સંભાવના લાગી રહી છે. અંબેએ જણાવ્યું કે, બાબૂ પ્રાઇવેટ જોબ કરતો હતો. તે જુડવા હતો. ઘરમાં સૌથી મોટો હતો. હવે તેનાથી નાના તેના બે ભાઈ છે. ત્રણેય ભાઈ અપરિણીત છે.