ડૉક્ટરની પત્નીના ચક્કરમાં ફસાઈને પસ્તાઈ રહ્યો છે જિમ ટ્રેનર, જ્યાં જાય ત્યાં પહોંચી જાય છે પાછળ

પતિ, પત્ની અને જિમ ટ્રેનરનો કિસ્સામાં દિવસે ને દિવસે અનેક ખુલાસા થઈ રહ્યા છે. પાંચ દિવસ પહેલાં જિમ ટ્રેનર પર જીવલેણ હુમલો થયો હતો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે ફેમસ ડૉક્ટર અને તેની પત્ની તેની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. જિમ ટ્રેનરના ભાઈએ દાવો કર્યો હતો કે ડૉક્ટરની પત્ની તેના ભાઈની પાછળ પાગલ છે. બીજી તરફ ડૉક્ટરની પત્ની અને જિમ ટ્રેનર વચ્ચે 9 મહિનામાં 1100 વખત કૉલ થયા હતા. બંને મોડી રાત સુધી વાતો કરતાં હતા. હવે જિમ ટ્રેનરે વિગતવાર તેની આપવીતી જણાવી છે.

શું હતી ઘટના: બિહારના પટનામાં જિમ ટ્રેનર વિક્રમ સિંહ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બે અજાણ્યા છોકરાઓ તેના પર ગોળીબાર કરી ભાગી છૂટ્યા હતા. પાંચ-પાંચ ગોળી વાગવા જતાં જિમ ટ્રેનર વિક્રમસિંહ જાતે સ્કૂટી ચલાવીને હોસ્પિટલ પહોંચ્યો હતો. અહીં તેના શરીરમાંથી તમામ ગોળીઓ કાઢી લેવામાં આવી છે, હાલ તેનો જીવ ખતરામાંથી બહાર છે. સાજા થતાં જ જિમ ટ્રેનરે ડૉક્ટરની પત્ની ખુશ્બુસિંહની પોલ ખોલી નાખી છે.

જિમ ટ્રેનરના શબ્દોમાં વાંચો…
‘ખુશ્બૂ સિંહ સાથે મારી ઓળખાણ છે. હું સર (ડો.રાજીવ સિંહ)ને વર્ક આઉટ કરાવવા જતો હતો. આ દરમિયાન અમારી વાતચીત થતી હતી. થોડાં સમય બાદ જ હું તેનાથી અલગ થવા માગતો હતો. મને ઠીક લાગતું નહોતું. હું દૂર જવા માગતો હતો પરંતુ તે બ્લેકમેલ કરવા લાગી હતી. ક્યારેક સુસાઇડની ધમકી આપતી ક્યારેક બીજી. ધીરે ધીરે હું દૂર જતો રહ્યો. તેમ તેમ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તે એમ કહેતી કે તે ઘરે આવીને હંગામો કરશે. મને ઘણો જ ડર લાગતો હતો. તે ઘરે પણ આવી હતી અને ઘણો જ ડ્રામા કર્યો હતો. હું દૂર જવા લાગ્યો અને પરિવારે સાથ આપ્યો હતો. તેણે મને ધમકી આપી હતી કે હું જ્યાં કામ કરું છે, ત્યાં તે ઝઘડો કરશે. તે જિમમાં આવીને એક એક મહિનો બેસતી.’

નંબર બદલું તો પણ ખબર પડી જતીઃ ‘અમે ઘર છોડીને ભાગી ગયા હતા. નવો નંબર લેતો, પરંતુ તેને ખબર પડી જતી. તે ક્યાંથી નવો નંબર લેતી, તે ખબર પડતી નહોતી. જિમમાં હંગામો કરતી ક્યારેક ટીવી તોડવાની ધમકી આપતી. વિદ્યાર્થીઓ સામે પણ બખેડો કર્યો હતો. જ્યારે હું શૂટિંગ પર જતો ત્યાં પણ ફોન કરીને મને કામ ના મળે તેવું કહેતો. બહુ જ ટોર્ચર કરતી હતી.’

‘તે મારી સાથે જબરજસ્તી રિલેશન રાખવા માગતી હતી. હું આવું ઈચ્છતો નહોતો. જ્યારે હું તેને છોડીને ગયો તો તેણે એવું કહ્યું કે મેં તારી પાછળ જે પૈસા ખર્ચ્યા છે, તે પરત આપ. તેણે જે રકમ ખર્ચ કરી હતી કે તે એક સાથે અશક્ય હતી. મેં મારી ગાડી તથા ફોન વેચીને તે રકમ આપી હતી. રોકડ રકમ પણ આપી હતી અને થોડાં પૈસા તેના પતિ ડોક્ટર રાજીવના અકાઉન્ટમાં જમા કર્યા હતા. કુલ 85 હજાર રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે પૈસા આપ્યા ત્યારે પૂછ્યું પણ હતું કે હવે તે હેરાન કરશે નહીં ને તો તેણે ના પાડી હતી.’

‘તેના પતિની કોઈ બાબત છે, આ કહ્યું નહોતું. મેં આ બાબત છુપાવી લીધી હતી અને કહ્યું હતું કે મેમે પૈસા લગાવ્યા હતા, આમ કહ્યું હતું. ત્યારબાદ તે ફેક આઇડી બનાવીને મને ત્રણ મહિના સુધી સો.મીડિયામાં ટોર્ચર કરતી રહી હતી. જ્યારે ફરિયાદ કરવા ગયો તો કહેવામાં આવ્યું કે આમ થશે નહીં. એફઆઇઆર કરવી પડશે. ત્યારબાદ ફેક આઈડી બંધ થઈ ગયું. મેસેજ આવવાના બંધ થઈ ગયા. હું આરામથી રહેવા લાગ્યો અને કામ કરવા લાગ્યો.’

‘જ્યારે તે મને હેરાન કરતી હતી ત્યારે મેં રાજીવ સરને બે વાર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મેમ મને હેરાન કરે છે. જોકે, ડોક્ટરે મને પુરાવા લાવવાનું કહ્યું હતું. મેં પુરાવા પણ આપ્યા હતા. પછી મેં તેને ફોન કરવાને બદલે રાજીવસરને ફોન કર્યો હતો અને કઈ હદે હેરાન કરે છે તે વાત કહી હતી. મેં પોલીસ સ્ટેશન જવાની ધમકી આપી હતી. પછી તેણે ફોન લઈ લીધો અને ગાળો આપવા લાગી હતી. તે માત્ર મને નહીં મારા પેરેન્ટ્સને પણ ગાળો આપતી હતી.’

મારી ગર્લફ્રેન્ડ બનીને બધે ફોન કરતીઃ ‘તે જબરજસ્તી સંબંધો બાંધવા માગતી હતી અને હું તે સંબંધમાં રહેવા માગતો નહોતો. તેણે આ જ વાતનો ગુસ્સો મારી પર કાઢ્યો. જ્યારે હું પટના છોડીને ભાગી ગયો તો તેણે હજાર માણસોને ફોન કરીને કહ્યું કે હું તેની ગર્લફ્રેન્ડ છું. મારી વાત કરાવી દો.’

મારો કોઈની સાથે ઝઘડો થયો નથીઃ ‘અમે મિડલ ક્લાસના છીએ. તે લોકો હાઇ પ્રોફાઇલ લોકો છે. મારી વાત સાંભળવામાં આવતી નથી. હજી તો હું જીવતો છું. જો મરી ગયો તો કોણ સાંભળશે. મારા પરિવારને ખબર છે કે તે કઈ હદે ધમકાવતી હતી. મારો ક્યારેય કોઈની સાથે ઝઘડો થયો નથી. કામ કર્યા બાદ હું પરિવાર તથા ટાઇમ મળે તો મિત્રો સાથે બેસતો હતો. પોલીસ મારી સાથે ના રહી તો પબ્લિક છે.’

પટના હાઇકોર્ટના એડવોકેટ પ્રભાતે આ આખા કેસ અંગે કહ્યું હતું, ‘એફઆઇઆરમાં ડોક્ટર રાજીવ કુમાર તથા તેની પત્નીનું નામ છે. આ ઘટનાના સાક્ષીઓ પણ છે. 370ની જાનથી મારી નાખવાની કલમ છે. છતાં પોલીસે બંને આરોપીઓને છોડી મૂક્યા તે આશ્ચર્યની વાત છે. આ કેસમાં વધુમાં વધુ 10 અને ઓછામાં ઓછી 7 વર્ષની સજા થઈ શકે છે. પોલીસે તેમને છોડી મૂક્યા તે સાચે જ નવાઈ પમાડે છે. પોલીસે એમ પણ ના વિચાર્યું કે તેઓ તપાસને અસર કરશે કે નહીં, પુરાવા સાથે છેડછાડ તો નહીં કરે ને. તે ઓળખના દમ પર સીસીટીવી ફુટેજ ડિલિટ નહીં કરાવે ને. તેઓ કંઈ પણ કરી શકે છે. બની શકે કે તેઓ તપાસને અસર કરવામાં સફળ થઈ જાય.

સીડીઆરમાં ખુશ્બૂ-વિક્રમની વાતચીતના અનેક પુરાવા મળ્યાઃ પટના પોલીસને આ કેસની તપાસ કરવા માટે ઘાયલ જિમ ટ્રેનરનો મોબાઇલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ પોલીસે કોલ ડિટેલ્સ શોધી હતી. એસએસપી ઉપેન્દ્ર કુમાર શર્માના મતે, ખુશ્બૂ તથા વિક્રમની વચ્ચે આ વર્ષથી જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી 1100 વાર વાત થઈ હતી. બંને વચ્ચે લેટ નાઇટ વાત થતી હતી. મોટાભાગે બંને વચ્ચે 30-40 મિનિટ વાત થતી હતી. શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી કે આ વર્ષે 18 એપ્રિલના રોજ પહેલી જ વાર ડોક્ટર રાજીવે ફોન કરીને વિક્રમ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડોક્ટર તથા ખુશ્બૂ બંનેએ પોલીસ પૂછપરછમાં સહયોગ આપ્યો નહીં.

આ વર્ષે બ્લેડથી હુમલો થયો હતોઃ વિક્રમસિંહના મતે ખુશ્બુસિંહ તેની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી. એટલું જ નહીં ખુશ્બુસિંહે આ વર્ષે જાન્યુઆરી પર બ્લેડથી જીવલેણ હુમલો કર્યો હતો. છાતી પર બ્લેડના ઘા માર્યા હતા અને તેને 14 ટાંકા આવ્યા હતા.

મોડલિંગ તથા ફિલ્મમાં કામ કર્યું છેઃ વિક્રમ સિંહ માત્ર જિમ ટ્રેનર નથી. તેણે મોડલિંગ પણ કર્યું છે. 2015માં તે દેવ એન્ડ દિવાનો વિનર પણ રહી ચૂક્યો છે. મિત્રોના મતે, તેણે હિંદી તથા ભોજપુરીમાં કામ કર્યું છે. તેને સોંગ્સ પણ ગાયા છે. હિંદી તથા ભોજપુરીમાં તેના અનેક આલ્બમ આવ્યા છે. તેણે કોરસ ડાન્સર તરીકે રેપર બાદશાહ સાથે કામ કર્યું છે. સોનમ કપૂર તથા કરીના કપૂરના વીડિયો આલ્બમમાં પણ કામ કર્યું છે. ક્રિતિ સેનનને પણ તે મળી ચૂક્યો છે.

રાજીવને જેડીયુમાંથી હટાવ્યોઃ પૂર્વ બોરિંગ કેનાર રોડની રાય જી ગલીમાં ડો. રાજીવનું સાઇ ફિઝિયોથેરપી સેન્ટર છે. બોલિવૂડ એક્ટર્સ તથા ક્રિકેટર્સ સાથે રાજીવને ફોટો પડાવવાનો શોખ છે. આદિત્ય પંચોલી, બોબી દેઓલ, જેકી શ્રોફ સહિત અનેક સ્ટાર્સ સાથે તેના ફોટો છે. રાજીવ રાજકારણમાં પણ છે. તે હાલના મુખ્યમંત્રી નિતિશ કુમારની પાર્ટી જેડીયુમાં ડોક્ટર્સ સંગઠનનો ઉપાધ્યક્ષ છે. જોકે, પોલીસે પતિ-પત્નીને અરેસ્ટ કર્યા એટલે જેડીયુએ રાજીવને હટાવી દીધો હતો અને આ અંગેની પ્રેસ રિલીઝ પણ જાહેર કરી હતી.