આ વખતે અસલી તલવારથી ગુજરાતી ખેલાડીએ કર્યો સ્ટંટ, ચાહકોએ કર્યાં વખાણ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આપણે અવાર નવાર બેટને તલવારની જેમ મેદાન વચ્ચે ફેરાવતા જોયો છે પરંતુ આ વખતે જાડેજાએ અસલી તલવાર સાથે કરતબ કરતો દેખાયો છે. તલવારબાજીનો વીડિયો જાડેજાએ જાતે જ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો પર તેના ફેન્સ કોમેન્ટ અને લાઇક કરી રહ્યાં છે.

લોકડાઉનના સમયમાં દરરોજ કોઇના કોઇ ક્રિકેટરનો વીડિયો સોશિયલ મીડિયા પર જરૂર જોવા મળી રહ્યો છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ પર જાડેજાએ અસલી તલવારને હાથમાં લઇ પોતાનું સેલિબ્રેશન કર્યું છે.

જો કે આપણે જાડેજાને આ તરતબ કરતાં અનેક વખત જોયો છે પરંતુ આ વખતે કરતબ થોડી અલગ છે. અત્યારસુધી જાડેજા મેદાનમાં લાકડાના બેટથી સેલિબ્રેશન કરતો પરંતુ આ વખતે સાચી તલવારથી તે તલવારબાજી કરતો દેખાઇ રહ્યો છે.

જાડેજાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તલવાર એક વખત પોતાની ચમક ગુમાવી શકે છે પરંતુ તે હંમેશા પોતાના માસ્ટરની આજ્ઞાનું પાલન જરૂર કરે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જાડેજાએ ઘોડેસવારી કરતો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જે વાયરલ થયો હતો. લોકડાઉન દરમિયાન તમામ ક્રિકેટર સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કરતો રહે છે.