આમિર ખાન છે બોલિવૂડનો રિયલ સીરિયલ કિસર, બોલિવૂડના ઈતિહાસની સૌથી લાંબી કરી છે કિસ

મુંબઈઃ બોલિવૂડની ફિલ્મોમાં કિસિંગ સીન હોવા હવે સામાન્ય વાત છે. જોકે, 80 અને 90નાં દશકમાં આવા સીન ગણીગાઠી ફિલ્મોમાં જ જોવા મળતાં હતાં. બોલિવૂડમાં આમ તો સિરીયલ કિસર ઇમરાન હાશમીને કહેવામાં આવે છે, પણ તેમને ખોટા બદનામ કરવામાં આવ્યા છે. ખરેખર તો સિરીયલ કિસર ઇમરાન હાશમી નહીં પણ, આમિર ખાન છે. આમિર ખાન છેલ્લાં 30 વર્ષમાં 14 એક્ટ્રસને કિસ કરી ચૂક્યા છે. વર્ષ 1984માં ફિલ્મ ‘હોલી’થી ડેબ્યુ કરનારા આમિરે આ ફિલ્મમાં કિટ્ટૂ ગિડવાની સાથે કિસિંગ સીન આપ્યો હતો. ત્યારથી અત્યારસુધી 2013માં આવેલી ફિલ્મ ‘ધૂમ 3’ સુધી આમિરે લગભગ 14 ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યાં છે.

3 ઇડિયટ્સમાં કરીના કપૂર
વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં આમિર ખાન અને કરીના કપૂર વચ્ચે કિસિંગ સીન હતો. ફિલ્મમાં તેમણે કરીના કપૂર સાથે મળીને જણાવ્યું હતું કે, કિસ કરતી વખતે નાક વચ્ચે આવતું નથી.

‘હોલી’માં કિટ્ટૂ ગિડવાની
‘હોલી’થી ડેબ્યુ કરનારા આમિર ખાને પોતાની પહેલી જ ફિલ્મમાં એક્ટ્રસ કિટ્ટૂ ગિડવાનીને કિસ કરી હતી. આ ઉપરાંત તેમની ઘણી ફિલ્મો છે. જેમાં તેમણે કિસિંગ સીન આપ્યા છે.

‘કયામત સે કયામત તક’માં જૂહી ચાવલા
વર્ષ 1988માં રિલીઝ થયેલી આમિર અને જૂહી ચાવલાની ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં બંનેએ કિસિંગ સીન આપ્યો હતો. આ ફિલ્મ તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક છે.

‘દિલ’માં માધુરી દીક્ષિત
વર્ષ 1990ની સુપરહિટ ફિલ્મ ‘દિલ’માં આમિર ખાન અને માધુરી દીક્ષિતના કિસિંગ સીને પડદાં પર આગ લગાવી દીધી હતી. જોકે, માધુરી દીક્ષિતે આ પહેલાં ફિલ્મ ‘દયાવાન’માં વિનોદ ખન્ના સાથે કિસિંગ સીન કર્યો હતો.

‘જો જીતા વહી સિકંદર’માં પૂજા બેદી
વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’માં આમિર ખાનની કિસિંગ પાર્ટનર તે સમયની હૉટ મૉડેલ અને એક્ટ્રસ પૂજા બેદી હતી. પૂજા બેદી એક્ટર કબીર બેદીની દીકરી છે. પૂજાની દીકરી અલાયા પણ અત્યારે ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છે.

‘અકેલે હમ અકેલે તુમ’માં મનીષા કોઈરાલા
વર્ષ 1995માં જ આમિર ખાને એક વધુ ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’માં મનીષા કોઈરાલા સાથે લિપલૉક કર્યું હતું. બૉલિવૂડની હિટ ફિલ્મ ક્રેનર વર્સેિસ ક્રેનરની આ બૉલિવૂડ રીમેક પછી આમિર-મનીષા કોઈરાલાની જોડી ફિલ્મ ‘મન’માં પણ જોવા મળી હતી.

‘બાઝી’માં મમતા કુલકર્ણી
વર્ષ 1995માં આવેલી ફિલ્મ ‘બાઝી’માં તે સમયની સૌથી બોલ્ડ એક્ટ્રસ મમતા કુલકર્ણી સાથે આમિર ખાને કિસિંગ સીન કર્યો હતો. ફિલ્મના એક ગીત ‘ધીરે ધીરે આપ મેરે દિલ કે મેહમાં’ ખૂબ જ હિટ થયું હતું.

‘રાજા હિન્દુસ્તાની’માં કરી હતી કરિશ્મા કપૂરને સૌથી લાંબી કિસ
આમિર ખાને વર્ષ 1996માં આવેલી ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં સૌથી લાંબી કિસ કરી હતી. ફિલ્મના એક સીનમાં આમિર ખાન કરિશ્મા કપૂૂરને લગભગ 40 સેકન્ડ સુધી કિસ કરતો રહે છે.

‘ઇશ્ક’માં જૂહી ચાવલા
વર્ષ 1997માં આવેલી ફિલ્મ ‘ઇશ્ક’માં જૂહી ચાવલા અને આમિર ખાન વચ્ચે જબરદસ્ત લિપલૉક સીન ફિલ્માવવામાં આવ્યો હતો. આમ તો, જૂહી ચાવલા આ પહેલાં પણ આમિર ખાન સાથે કિસિંગ સીન કરી ચૂકી હતી.

‘ગુલામ’માં રાની મુખર્જી
વર્ષ 1998માં આવેલી ફિલ્મમાં રાની મુુખર્જી અને આમિર ખાન વચ્ચે એક કિસિંગ સીન હતો. આ સાથે જ બંને રોમેન્ટિક ગીત ‘આંખો સે તૂને યે ક્યા કહ દિયા’માં પણ રોમાન્સ કર્યો હતો. આ ફિલ્મ સુપરિટ શઈ હતી.

‘સરફરોશ’માં સોનાલી બેન્દ્રે
વર્ષ 1999માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં આમિર ખાન અને સોનાલી બેન્દ્રેએ એક રોમેન્ટિક ગીત ‘જો હાલ દિલ કા…’માં કિસિંગ સીન કર્યો હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

‘મેલા’માં ટ્વિન્કલ ખન્ના
વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેલા’માં અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્ના સાથે આમિર કાને કિસિંગ સીન કર્યો હતો. જોકે, આ છતાં ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મ પછી ટ્વિન્કલ ખન્નાએ વર્ષ 2001માં લગ્ન કરી લીધાં હતાં.

‘રંગ દે બસંતી’માં એલિસ પૈટન
વર્ષ 2006માં આમિર ખાને ફિલ્મ ‘રંગ દે બસંતી’માં વિદેશી એક્ટ્રસ એલિસ પૈટનને કિસ કરી હતી. એલિસ જાણિતી બ્રિટિશ કંઝર્વેટિવ પૉલિટિશિયન ક્રિસ પૈટનની દીકરી છે.

‘ધૂમ 3’માં કૈટરની કૈફ
આમિર ખાને વર્ષ 2013માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કૈટરીના કૈસ સાથે કિસિંગ સીન કર્યો હતો. આ પહેલાં સમાચાર હતાં કે, વર્ષ 2014માં રિલીઝ થયેલી ‘PK’માં આમિરનો કિસિંગ સીન હતો, પણ પછી એવું થયું નહીં.