પ્રેગ્નન્ટ કરીના જોવા મળી થાકેલી-પાકેલી, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ - Real Gujarat

પ્રેગ્નન્ટ કરીના જોવા મળી થાકેલી-પાકેલી, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

મુંબઈઃ કરીના કપૂર અત્યારે બીજીવાર પ્રેગન્ન્ટ છે. કરીનાને હાલમાં જ મુંબઈમાં એક શૂટિંગ લોકેશન પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન કરીના શૂટિંગ પુરું કરી જ્યારે બહાર નીકળી ત્યારે તે ખૂબ જ થાકેલી જોવા મળી હતી. પ્રેગ્નન્સીની હાલતમાં ઘણાં કલાક સુધી શૂટિંગ કર્યાં પછી જ્યારે કરીના બહાર આવી ત્યારે તેના ચહેરા પર થાક સ્પષ્ટ જોવા મળતો હતો. જોકે, કરીનાની પ્રેગ્નન્સીની અસર તેના વર્ક કમિટમેન્ટ પર જરા પણ થવાં દેતી નથી. તો આ તરફ ઘણાં બોલિવૂડ સેલેબ્સ પણ તેમના ઘરની બહાર સ્પોટ થયાં હતાં.

શૂટિંગ દરમિયાન કરીના પિંક કલરના વન પીસ ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન તેમના ચહેરા પર પ્રેગન્ન્સી પછીનો ગ્લોઇંગ લુક સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.

આમ તો જ્યારે એક્ટ્રસ પ્રેગ્નન્સી સમયમાં ફિલ્મોથી દૂર રહે છે, પણ કરીના આ મામલે બધા કરતાં અલગ વિચારે છે. તે આ સમયે કામ કરવાનું પસંદ કરે છે અને કામની સાથે-સાથે પ્રેગન્ન્સી ફેસને એન્જોય કરે છે.

કરીના તેના દીકરા તૈમુરની ડિલીવરી પહેલાં પણ ખૂબ જ કામ કરતી હતી. ઘણી એડ ફિલ્મો સહિત તેમણે લેક્મે ફેશન વીમાં તેમના બેબી બંપને ફ્લોન્ટ કર્યો હતો.

આ વખતે પણ કરીના તેમની પ્રેગન્ન્સી દરમિયાન ખૂબ જ કામ કરવાની તૈયારી કરી રહી છે. આ વખતે તેમણે ઘણાં બ્રાન્ડ્સ સાથે નવા કરાર પણ કર્યાં છે, જેમાં ઘણાં એન્ડોર્સમેન્ટમાં તે પતિ સૈફ અલી ખાન સાથે પણ જોવા મળી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કરીના કપૂરને અત્યારે 3 મહિનાનો ગર્ભ છે. કહેવામાં આવી રહ્યું છે કે, કરીના વર્ષ 2021માં ફેબ્રુઆરી અથવા માર્ચમાં તેમના બીજા બાળકને જન્મ આપશે. જોકે, તેમની પ્રેગન્ન્સીને લીધે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના મેકર્સ ચિંતામાં છે.

કરીના આ ફિલ્મમાં લીડ રોલમાં છે અને તેમનું ઘણાં ભાગનું શૂટિંગ કરવાનું બાકી છે, પણ કરીનાના બેબી બંપને લીધે મેકર્સને શૂટિંગમાં મુશ્કેલી આવી શકે છે.

આ પહેલાં કરીના-સૈફે એક સ્ટેટમેન્ટ જાહેર કરી કહ્યું હતું કે, ‘અમને તે વાતથી ખુશી થઈ રહી છે કે, અમારા પરિવારમાં નવો મહેમાન જાડાશે. અમારા દરેક શુભચિંતકોની શુભકામના અને પ્રેમ અને સહયોગ માટે આભાર.’

કરીનાની પ્રેગન્ન્સીના સમાચાર સામે આવ્યા પછી તેમના પિતા રણધીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘બે બાળકો તો હોવા જ જોઈએ, કેમ કે એક-બીજાને કંપની મળી શકે.’

ટાઇગર શ્રોફ વર્કાઉટ પછી પરસેવાથી રેબઝેબ દેખાયો.

અનિક પૂર ગ્રાફન્ડ પર વર્કઆઉટ કરતાં સ્પોટ થયાં.

અનન્યા પાંડે શૂટિંગ સ્ટૂડિયોમાં સ્પોટ થઈ.

વરુણ ધવન પણ ચહેરા પર માસ્ક લગાવી જુહૂમાં જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટી ઘણાં દિવસો પછી ઘરેથી શૉપિંગ કરવા નીકળી.

રિતેશ દેશમુખ પત્ની અને દીકરા સાથે સ્પોટ થયો.

ઓરેન્જ ટોપ અને જીન્સમાં દિશા પટની વોક કરતાં જોવા મળી. દીયા મિર્ઝાએ ચહેરા પર માસ્ક લગાવીને સ્પોટ થઈ.