આ દેશે કર્યો દાવો, કોરોનાવાઈરસની શોધી કાઢી દવા, પૂરી રીતે બોલાઈ જશે ખાત્મો

નવી દિલ્હીઃ આખી દુનિયામાં કોરોનાવાઈરસે હાલમાં હાહાકાર મચાવ્યો છે અને લાખો પ્રયાસો છતાં વૈજ્ઞાનિક, વિશેષજ્ઞ અને ડૉક્ટરો તેનો ઈલાજ શોધી શક્યા નથી. દરરોજ આ વાઈરસને ખતમ કરવાને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ ક્રમમાં મેડાગાસ્કરનાં રાષ્ટ્રપતિએ એક હર્બલ ટી લોન્ચ કરીને દાવો કર્યો છે કે, તેનાંથી કોરોનાવાઈરસ પુરી રીતે ખતમ થઈ જશે.

મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએનિલે સત્તાવાર રીતે કોરોનાવાઈરસની સારવાર માટે હર્બલ ટી લોન્ચ કરી છે. રાષ્ટ્રપતિએ પોતાના મંત્રીઓ, રાજદ્વારીઓ અને પત્રકારોની વચ્ચે ઈન્સ્ટીટ્યૂટ ઓફ અપ્લાઈડ રિસર્ચના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. અને તેનાંથી બે લોકો ઉપર સફળ ઈલાજ કરાયો છે.

તેમણે કહ્યુ હતું કે તમને લોકોને બતાવવા માટે તે આ ઉત્પાદનને બધાની સામે પીશ. જેનાંથી સાબિત થઈ જશે કે તે સારવાર કરે છે, મારતી નથી.

આ હર્બલ ટીને રાષ્ટ્રપતિએ કોવિડ ઓર્ગેનિક્સનું નામ આપ્યુ છે અને તેને આર્ટેમિસિયા નામના પ્લાન્ટમાં તૈયાર કરાઈ છે. આ પ્લાન્ટ મેલેરિયાના ઈલાજ માટે કારગર સાબિત થાય છે.

આ હર્બલ ટીને બનાવવા માટે સ્થાનિક જડી-બુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે કોવિડ ઓર્ગેનિક્સ પ્રોફિલેક્સિસનાં રૂપમાં થશે, જે કોરોનાવાઈરસને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

ઉલ્લેખનીય છે કે મેડાગાસ્કરમાં કોરોનાવાઈરસથી સંક્રમિત 121 મામલાઓની પુષ્ટિ થઈ ચુકી છે પરંતુ હજી સુધી અહીંયા કોઈનાં મોત થયા નથી.