કોરોનાવાઈરસનો ભયંકર ચહેરો આવ્યો સામે, ડોક્ટર્સના થયા કંઈક એવા હાલ કે... - Real Gujarat

કોરોનાવાઈરસનો ભયંકર ચહેરો આવ્યો સામે, ડોક્ટર્સના થયા કંઈક એવા હાલ કે…

વુહાનઃ ચીનનાં વુહાન શહેરને કોરાનાવાઈરસનો જનક માનવામાં આવે છે. હાલનાં સમયમાં આખી દુનિયા કોરોનાવાઈરસનાં કહેરથી પીડાઈ રહી છે અને એક લાખથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ચીનનાં જે વુહાન શહેરમાં આ મહામારીની શરૂઆત થઈ હતી, ત્યાં હવે તેની સારવાર કરનારા બે ડોક્ટરોનો રંગ કાળો પડવા લાગ્યો છે. જેને કારણે લોકો ડરવા લાગ્યા છે.

આ બંને ડોકટરો જ્યારે ચીનમાં કોરોનાથી પીડિત દર્દીઓની સારવાર કરતા હતા, ત્યારે તેઓ પોતે પણ ચેપનો ભોગ બન્યા હતા. મોતનાં મુખ સુધી પહોંચેલા બંને ડોકટરો સારવાર બાદ બચી ગયા હતા, પરંતુ લિવર પર વાઈરસની ખતરનાક અસર પછી તેમનો ચહેરો કાળો થઈ ગયો હતો.

ડેઇલી મેઇલના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીમાં વુહાન સેન્ટ્રલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતી વખતે 42 વર્ષીય ડોક્ટર યી ફેન અને ડૉ. હૂ વેફેંગ કોરોના વાઈરસનો શિકાર બન્યા હતા.

આ બંને ડોકટરો ચીનમાં કોરોના વાઈરસના વ્હિસલ-બ્લોઅર લી વેનલીયાનગ સાથી છે, જેમણે વાઈરસ વિશે ખુલાસો કર્યા બાદ સજા કરવામાં આવી હતી અને 7 ફેબ્રુઆરીએ આ રોગથી તેમનું અવસાન થયું હતું.

ડો.યી ફેને વુહાનમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે કામ કર્યું હતું અને 39 દિવસ વેન્ટિલેટર પર રહ્યા પછી, તેમણે કોરોનાવાઈરસ પર જીત મેળવી હતી. જે મશીન દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા તેને ઇસીએમઓ કહેવામાં આવે છે, જે શરીરની બહારના લોહીમાં ઓક્સિજન પમ્પ કરીને હૃદય અને ફેફસાંને કામ કરવામાં મદદ કરે છે.

સોમવારે (20 એપ્રિલ) સ્થાનિક ટીવી ચેનલ સીસીટીવી સાથે વાત કરતા, ડો. યીએ કહ્યું કે તે ઘણાં સ્વસ્થ થઈ ગયા છે પણ ચાલવામાં સક્ષમ નથી.

ડૉ. યીએ પત્રકારોને કહ્યું, ‘જ્યારે હું પહેલી વાર ભાનમાં આવ્યો ત્યારે, ખાસ કરીને જ્યારે મને મારી પરિસ્થિતિ વિશે ખબર પડી ત્યારે મને ડર લાગ્યો. મને ઘણી વાર ખરાબ સપના આવતા હતા.’

તેમણે કહ્યું કે તેઓ માનસિક સમસ્યાઓથી દૂર થવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ડોકટરો ઘણી વાર તેમને દિલાસો આપતા હતા અને તેમના માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા કરતા હતા.