શરમાયા વગર બિંદાસ રીતે મલાઈકા અરોરાએ પેટ પરના સ્ટ્રેચ માર્ક બતાવ્યા

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા વર્કઆઉટ માટે જઈ રહી તે દરમિયાન સ્પોટ થઈ હતી. આ દરમિયાન મલાઈકાએ બહુ જ ડેયરિંગ અંદાજમાં પોતાના સ્ટ્રેચ માર્ક્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ પહેલા પણ મલાઈકાની આવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂકી છે.

મલાઈકાએ આ દરમિયાન પિંક કલરનું ક્રોપ ટી શર્ટ પહેરી હતી અને તેવામાં તેનું આ માર્ક સ્પષ્ટ દેખાતા હતા
મલાઈકા ઘણીવાર આ માર્ક્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે અને ચાહકોને તેનો આ અંદાજ પણ બહુ જ ગમે છે.

આ તસવીરોમાં તમે સ્પષ્ટ રીતે મલાઈકાની પેટ પર પ્રગ્રેન્સીમાં પડેલા સ્ટ્રેચ માર્ક્સ જોઈ શકો છો. આ તસવીર પણ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વેકેશન દરમિયાન મલાઈકાએ આ તસવીરો પોસ્ટ કરી હતી તે સમયે ટ્રોલર્સે મલાઈકાને આ માર્ક માટે બહુ જ ટ્રોલ કરી હતી.

સ્ટ્રેચ માર્ક્સ પર ટ્રોલ થયા બાદ મલાઈકાએ ચાહકોને જવાબ આપતાં કહ્યું હતું કે, આ માર્ક્સને પોતાના માટે ગર્વની વાત ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, માતા બનવા અને આ માર્ક્સ પર બહુ જ ગર્વ ફિલ થાય છે.

આ સાથે જ ઘણી જગ્યાએ મલાઈકા પોતાના આ માર્ક્સને બહુ જ ડેયરિંગ અંદાજમાં ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અત્યાર દિવસોમાં અર્જૂન કપૂર સાથે પોતાના રિલેશનને લઈને બહુ જ ચર્ચામાં છે.

અર્જૂન અને મલાઈકાના લગ્નની ચાહકો રાહ જોઈ રહ્યાં છે. મલાઈકા અને અર્જૂનની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂકી છે.