પ્રેગ્નન્સીમાં શું ખાય છે કરીના કપૂર? કેવી રીતે રાખે છે પોતાના ફિટ

મુંબઈ: કરીના કપૂર ખાન જે પણ કરે છે તે બધું જ એક ટ્રેન્ડ બની જાય છે. કરીના પોતે પંજાબી હોવાનો બહુ જ ગર્વ મહેસૂસ કરી રહી છે. જોકે, તેણે પંજાબી ફૂટ બહુ જ પસંદ છે. આ સાથે જ તે એ પણ કહે છે કે, અનહેલ્ધી ડાયટ ફિટ રહેવાનું સોલ્યુશન નથી. કરીનાની ન્યૂટ્રિશનિસ્ટ રજૂતા દિવેકરે થોડા સમય પહેલા જ ડાયટ લઈને ખુલાસો કર્યો હતો. પ્રેગ્રેન્સી સમયમાં કરીના પોતાની બીજી પ્રેગ્રેન્સીને બહુ જ એન્જોય કરી રહી છે અને હવે તે ટૂંક સમયમાં પોતાના બાળકને જન્મ આપશે તો આવો જાણીએ કરીનાની પ્રેગ્નેન્સી ડાયટ પ્લાન વિશે.

કરીના સારી રીતે ડાયટ ફોલો કરી રહી છે. તે ઘરનું જમવાનું જ વધારે પસંદ કરે છે અને તેનો ડાયટ ચાર્ટ તેનો પુરાવો છે. ન્યૂટ્રિશનિસ્ટે કરીનાની બીજી પ્રેગ્નેન્સી દરમિયાન તેની ડાયટ ચાર્ટને લિસ્ટેડ કર્યો છે. આ ચાર્ટ પ્રમાણે, દિવસ દરમિયાન કરીનાના ભોજનને 4થી 5 સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. જેમાં 9થી 12ની આસપાસ પહેલીવાર પલાળેલી બદામ અથવા કેળા ખાય છે.

દહીં-ભાત અને પાપડ અથવા રોટી અથવા દાળ અને પનીરની સબ્જી, દિવસમાં ત્રીજીવાર જમવાનું લે છે તેમાં તે મગફળી અથવા પપૈયુ અથવા પનીરનો એક ટૂકડો પણ લઈ લે છે. લગભગ 2થી 3 વાગેની આસપાસ તે ફ્રૂટ્સ ખાય છે જેમાં લીચી અથવા ચેવડો અથવા એક ગ્લાસ મિલ્કશેક પણ હોય છે.

ડિનરની વાત કરવામાં આવે તો, ડિનર સમયે કરીના બુંદી રાયતા જરૂર સામેલ કરે છે જેમાં પાલક અથવા ફુદીનાની રોટલી અથવા સામાન્ય દાળ અને સબ્જી અથવા સબ્જી પુલાવ અને રાયતું પણ હોય છે. ઊંઘવા જાય તે પહેલા કરીના જાયફલની સાથે હળદળવાળું એક ગ્લાસ દૂધ પણ લે છે. કરીના બહુ જ લાંબા સમય સુધી વેજિટેરિયન રહી છે. તેને નોનવેજ લઈને બહુ ક્રેજ નથી.

પ્રેગ્નેન્સી દરમિયાન ક્રેવિંગ થવા પર નટ્સ, ફ્રૂટ્સ, એક ગ્લાસ છાશ અથવા નારિયેલ પાણી પીવાનું બહુ જ પસંદ કરે છે. કરીનાને ઘી પણ બહુ જ પસંદ છે તે તેને પોતાનુ ‘સુપરફૂડ’ કહે છે. તે પોતાની પહેલી પ્રેગ્નેન્સી દરમિયાન શીખી ગઈ છે કે, કંસીવ કર્યા બાદ ઓવરઈટિંગ કરવું જોઈએ નહીં.