ચંકી પાંડેની પુત્રી અનન્યાની કમરમાં હાથ મુકીને ચાલતો જોવા મળ્યો આ અભિનેતા

મુંબઈઃ દેશમાં સ્વદેશી કંપનીએ બનાવેલી કોવેક્સિન અને કોવિશિલ્ડને ઇમરન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે, લોકો હવે પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સે પણ પોતાનું કામ શરૂ કરી દીધું છે. એવામાં ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અને શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટર નવા વર્ષની ઉજવણી કરવા માટે માલદીવ ગયા હતાં. બંને ગત રાત્રીએ મુંબઈ પાછા આવ્યા હતાં. જેના ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇલ થઈ રહ્યાં છે. સામે આવેલાં ફોટોમાં ઇશાને પોતાનો એક હાથ તેના ખિસ્સામાં રાખ્યો છે અને બીજો હાથ અનન્યાની કમર પર રાખ્યો છે. એટલું જ નહીં ઇશાનની શર્ટના અડધા બટન પણ ખુલ્લા હતાં.

સામે આવેલાં ફોટોમાં અનન્યા ક્રૉપ ટૉપ અને સફેદ રંગના પેન્ટમાં જોવા મળી હતી. તો ઇશાને પણ સિલ્વર કલરનો શર્ટ અને લોઅર કૈરી કર્યું હતું.

ફોટોગ્રાફરને જોઈ અનન્યા પાંડે થોડી અનકમ્ફર્ટેબલ હતી પણ પછી તેણે ઇશાન સાથે ઘણાં પોઝ આપ્યાં હતાં. પછી તે પોતાની કારમાં બેસીને જતાં રહ્યાં હતાં.

બંનેને સાથે જોઈ સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સે સવાલ કર્યાં હતાં કે, ‘શું બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે?.’ એક યૂઝરે ઇશાનને સલાહ આપતાં કહ્યું કે, ‘છોડી દો આને નહીં તો તમે પણ ડૂબી જશો.’

એક શખ્શે અનન્યાને ફ્લૉપ એક્ટ્રસ કહી તો એક અન્યએ કહ્યું માત્ર કરણ જોહરને લીધે તેનું કામ ચાલી રહ્યું છે. એક યૂઝરે કહ્યું કે, ‘અનન્યા એક્ટિંગ તમારા કામની વસ્તુ નથી છોડી દો.’

ઉલ્લેખનીય છે કે, અનન્યાએ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધી યર 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ‘પતિ પત્ની ઔર વો’ અને ‘ખાલી પીલી’ ફિલ્મમાં જોવા મળી હતી. જોકે, તેમની ત્રણેય ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ હતી.

ઇશાને વર્ષ 2005માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ ‘વાહ લાઇફ હો તો ઐસી’થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. લીડ એક્ટર તરીકે તેમણે ‘ધડક’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મે સારી
કમાણી પણ કરી હતી. આ પછી તે ‘બિયોન્ડ્સ ધી ક્લાઉડ્સ’ અને ‘ખાલી પીલી’માં પણ જોવા મળી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા સાઉથની એક ફિલ્મમાં કામ કરી રહી છે. જેને હિન્દીમાં પણ ડબ કરવામા આવશે. તો ઇશાન ‘ફોન ભૂત’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે.