આવી યુવતીઓ હોય છે ભાગ્યશાળી, પતિ અને પરિવારને બનાવે છે ખુશહાલ

અમદાવાદઃ એક કહેવત ખૂબ જ લોકપ્રિય છે કે દરેક સફળ પુરૂષની પાછળ કોઈ મહિલાનો હાથ હોય છે. આ વાત એમ જ નથી કહેવામાં આવતી, હસ્તરેખા વિજ્ઞાન પણ આ વાતને માને છે. હસ્તરેખા વિજ્ઞાનમાં સુકન્યા એટલે સુંદર ગુણોવાળી કન્યાના વિશે બતાવવામાં આવ્યું છે. આવી કન્યા ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમના ભાગ્યથી પતિ અને પરિવાર ખુશહાલ અને ધનવાન બન્યું રહે છે. આવી કન્યાની ઓળખ આ રીતે કરી શકાય છે…

  • જે સ્ત્રીઓની આંખો હરણીના સમાન અને આંખોના સફેદ ભાગના ખૂણામાં સહેજ લાલાશ હોય તે ખૂબ ભાગ્યશાળી અને સુખ ભોગવનારી હોય છે.
  • જે સ્ત્રીઓની જીભ લાલ અને કોમળ હોય તે સ્વયં તો સુખ ભોગવતી જ હોય છે સાથે-સાથે તેમના પરિવાવાળા પણ સુખ ભોગવતા હોય છે.
  • જે મહિલાઓની નાભિ ઊંડી અને અંદરથી ઉપસેલી નથી હોતી તે મહિલા સુખ ભોગવનારી હોય છે.
  • મહિલાઓના નાકના અગ્રભાગ એટલે કે આગળ તલનો નિશાન હોય તો તેને ધન-સંપન્ન જીવનની નિશાની સમજવામાં આવે છે.
  • પગમાં કમળ, ચક્ર અને શંખનો નિશાન ખૂબ જ શુભ ફલદાયક માનવામાં આવે છે. તેઓ સ્વયં અથવા તેમનો પતિ ઉચ્ચાધિકારી, મોટા વેપારી અથવા મોટો રાજકારણી હોય છે.
  • જેમની એડીમાં સર્પાકાર એટલે કે સાપનો આકાર હોય છે તે કિસ્મતના ધની હોય છે. તેમના ઉપર કાયમ ઈશ્વરની કૃપા બની રહે છે.
  • સ્ત્રીના પગમાં ત્રિકોણનો નિશાન તેમની ચાતુરતાનો સૂચક હોય છે. આ પોતાની બુદ્ધિ અને સમજદારીથી પરિવારમાં ખુશીઓ બનાવી રાખે છે.
  • જે મહિલાઓની નાભિની નીચે તલ અથવા મસો હોય તે સ્ત્રીના ભાગ્યશાળી અને સુખી જીવનનો સંકેત માનવામાં આવે છે.
  • સમુદ્રશાસ્ત્ર મુજબ જે સ્ત્રીના પગનો અંગૂઠો ઉપસેલો હોય, ગોળ, ભરાવદાર અને લાલાશ પડતો હોય તે ખૂબ ભાગ્યશાળી હોય છે. પરંતુ પગનો અંગૂઠા વધુ લાંબો હોય તો જીવનમાં વારંવાર કષ્ટનો સામનો કરવો પડે છે.