બાંગ્લાદેશમાં આ યુવાનની બિમારી જોઈને ભલભલાના ઉડી જાય છે હોંશ

ઢાંકા: કોઈના હાથમાં ઝાડ ઉગે તેવી માનવામાં આવતું નથી પરંતુ દુનિયામાં આવા 200 જેટલાં કિસ્સા સામે આવ્યા છે. જેમાં વ્યક્તિના હાથ પર ઝાડ જેવી સંરચના ઉગી નીકળતી હોય. આ બિમારી જોઈને ભલભલાના હોંશ ઉડી જાય છે. બાંગ્લાદેશમાં ટ્રી મેનના નામથી પ્રખ્યાત અબ્દુલ બજનદારે પોતાના હાથને લઈને ફરિયાદ કરી છે. તેઓ પોતાના હાથ કપાવી નાખવા માગે છે કારણ કે તે ખૂબ જ વેદના કરે છે. તેમના હાથમાં ઝાડ જેવી સંરચના ઉગી નીકળી છે. આ સંરચના સતત ઉગતી જ રહે છે. અબ્દુલનું 25 વાર ઓપરેશન કરવામાં આવ્યું છતાં પણ આ બિમારીથી છૂટકારો મળતો નથી.

બાંગ્લાદેશમાં ટ્રી મેનના નામથી પ્રખ્યાત અબ્દુલ બજનદારે પોતાના હાથને લઈને ફરિયાદ કરી છે. તેઓ પોતાના હાથ કપાવી નાખવા માગે છે કારણ કે તે ખૂબ જ વેદના કરે છે. તેમના હાથમાં ઝાડ જેવી સંરચના ઉગી નીકળી છે. આ સંરચના સતત ઉગતી જ રહે છે.

અબ્દુલનું 25 વાર ઓપરેશન કરવામાં આવ્યું છતાં પણ આ બિમારીથી છૂટકારો મળતો નથી. આ બિમારીનો કોઈ ચોક્કસ ઈલાજ નથી પણ સર્જરી એક ઉપાય છે. જો આ બિમારીમાં સતત આવા સંરચનાઓ ઉદભવતી રહે તો તેના લીધે કેન્સર થવાનો ખતરો પણ વધી જાય છે.

અબ્દુલ હોસ્પિટલમાંથી પુરી સારવાર કરાવ્યા વિના જ ભાગી ગયો હતો અને તેના લીધે પસ્તાઈ રહ્યો છે. અબ્દુલને ફરીથી આ ઝાડ જેવી સંરચનાઓ ઉગવાનું શરૂ થઈ ગયું છે. હવે તે પોતાના આ હાથ કપાવી નાખવા માંગે છે જેના લીધે આ ભયાનક દર્દ છૂટકારો મળી શકે.