આ છે શ્રાપિત ખુર્શી, જે લોકો પણ બેઠાં તેમનું થઈ ચૂક્યું છે મોત

લંડન: દેશ-વિદેશમાં ઘણી એવી વસ્તુઓ છે, જેને શ્રાપિત માનવામાં આવે છે. એમાંથી એક છે થૉમસ બસ્બીની ખુર્શી. કહેવામાં આવી રહ્યું છે કે આ ચેર એટલી ખરાબ છે કે જે પણ વ્યક્તિ તેના પર બેસે છે તેનું ટૂંક સમયમાં મોત થઈ જાય છે.

આ ખુર્શી ઈંગ્લેન્ડના સર્કસ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આને જમીનથી અંદાજે 6 ફૂટ ઉંચાઈ પર મૂકવામાં આવી છે. કેમ કે અહીં લોકોને ડર છે કે કોઈ અજાણતા કે ભૂલથી આ ખુર્શી પર બેસી ના જાય. વિગત પ્રમાણે આ ખુર્શી થૉમસ બસ્બી નામના એક શખસની છે, જેને આ ખુર્શી ખૂબ જ પસંદ હતી.

થૉમસને આ ખુર્શી એટલી પસંદ હતી કે તેને આની પર કોઈ બેસે એ જરા પણ પસંદ નહોતું. એટલું જ નહીં તેના ફેમિલીવાળા પણ આ ખુર્શી પર બેસી શકતા નહીં. પણ એક દિવસ થૉમસના સસરા આ ખુર્શી પર બેસી ગયા હતા. આ વાતથી નારાજ થૉમસે આ જ ખુર્શી પર તેમની હત્યા કરી નાંખી હતી. ત્યારથી આ ચેરને ખરાબ માનવામાં આવે છે.

માનવામાં આવે છે કે ત્યારથી જે વ્યક્તિ પાસે આ ખુર્શી પહોંચી અને તેણે બેસવાનો પ્રયત્ન કર્યો તેનું મોત ટૂંક સમયમાં થઈ થયું હતું. અત્યાર સુધીમાં અંદાજે 63 લોકોના આ ખુર્શી પર બેસવાથી મોત થઈ ચૂક્યા છે. ત્યારથી આ ખુર્શીને મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. જોકે મોતનું રહસ્ય વૈજ્ઞાનિક હજી સુધી શોધી શક્યા ન હોવાનું પણ કહેવાય છે.