બગીચામાં કામ કરતાં માળીનું રાતોરાત ખૂલી ગયું નસીબ, બની ગયો લખપતિ

લંડનઃ ક્યારે કોનું નસીબ બદલાઈ જાય તે કોઈ કહી શકે તેમ નથી. તમને જાણીને વિશ્વાસ નહીં થાય પરંતુ એક માળી રાતોરાત અમીર બની ગયો હતો. રોજની જેમ તે દિવસે પણ માલિકના કહેવાથી માળી બગીચામાં કામ કરવા ગયો હતો. જોકે, તેને ખ્યાલ નહોતો કે આજે તેનું નસીબ ચમકી જશે. તેણે કામ કરવાનું શરૂ કર્યું અને બગીચાના એક જૂના ઝાડ પાસે જામેલી માટી સાફ કરવા લાગ્યો તો તેને કિંમતી વસ્તુ મળી હતી.

બ્રિટનમાં બની આ ઘટનાઃ
આ વ્યક્તિ બ્રિટનમાં રહે છે. તે માલિકના ખેતર તથા બગીચાનું ધ્યાન રાખે છે. તે 60 વર્ષથી માળીનું કામ કરે છે અને તેનું નામ Steve Fletcher છે. તેના હાથમા બ્લેક ગોલ્ડ આવ્યું હતું. બ્લેક ગોલ્ડ એક ફંગસ છે. જેની ભારતીય બજારમાં કિંમત 20 લાખ રૂપિયા છે.

શું છે બ્લેક ગોલ્ડ?
બ્લેક ગોલ્ડને બ્લેક ટ્રફલ કહેવામાં આવે છે. આ ફંગસને ફ્રાંસ, જર્મની, ઈટાલી તથા વિદેશમાં લોકો ખતા હોય છે. આ કિંમતી હોય છે.