યુરોપ જવા માટે લોકોએ ગાંડપણની હટ વટાવી, કંપારી છૂટાવી દેતી તસવીરો

લંડન: યુરોપમાં પ્રવેશવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં પણ મૂકવા તૈયાર છે. કેટલાંક લોકો દરિયોમાં તરીને તો કેટલાંક આ રીતે ટ્રક કે કારમાં છુપાઈને યુરોપ પહોંચવા માગે છે. નોર્થ આફ્રિકા સહિતના યુદ્ધગ્રસ્ત દેશોમાંથી નીકળીને પોતાની જિંદગી નવેસરથી શરૂ કરવા મોતના મુખમાં ઉતરવા પણ તૈયાર છે.

પોલીસના જણાવ્યા મુજબ, એક છોકરી સહિત આફ્રિકાના ત્રણ રેફ્યુજીને કારના ડેશબોર્ડ અને સીટની પાછળના ભાગમાં ટૂંટીયુંવાળીને ભરાયેલા હતા. મોરોક્કોથી સ્પેનની બોર્ડર પરથી પોલીસે તેમને પકડી પાડ્યા હતાં. સીવિલ પોલીસ ફોર્સના પ્રવક્તાએ કહ્યું હતું કે, શુક્રવારે સવારે મોરક્કો અને મેલિલાની સ્પેનિશ સરહદ પરથી સ્પેનિશ પોલીસે ત્રણ કારની તપાસ કરી હતી તેમાંથી 15 વર્ષની છોકરી સાથે 20 અને 21 વર્ષના બે યુવકો પકડાયા હતાં.

પોલીસે 19-31 વર્ષની વચ્ચેના ત્રણ મોરક્કન ડ્રાઈવરની ધરપકડ કરી છે. ગેરકાયદે રીતે માનવ તસ્કરી કરવા બદલ ત્રણેયની પોલીસે ધરપકડ કરી છે. શુક્રવારે પોલીસને બોર્ડર ક્રોસ કરી રહેલા ટ્રકના કેરિએજ નીચેથી ભયજનક સ્થિતિમાં એક 20 વર્ષનો યુવક પણ મળી આવ્યો હતો. તે ત્યાં એવી રીતે છુપાયેલો હતો કે કચડાવાથી મોત પણ થઈ શકે છે.

મેલિલા અને સ્પેનમાં આવેલા બે નોર્થ આફ્રિકાના એન્કલેવ છે જ્યાં યુરોપિયન યુનિયનની બોર્ડર આફ્રિકા સાથે જોડાયેલી છે. આફ્રિકાથી સ્થળાંતર કરતાં લોકો આ સ્થળનો ઉપયોગ યુરોપમાં ઘૂસવા માટે કરે છે. તેઓ બોર્ડર પાર કરવા માટે વાડ કૂદે છે અથવા તો સમુદ્રમાં તરીને પહોંચે છે. મોરક્કો નવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને સ્થળાંતરિતોને આવતાં રોકી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 25,000 જેટલા લોકોને સ્પેન જતાં અટકાવાયા છે.