આ છે ‘હોર્સ વુમન’, હાથ-પગથી ઘોડાની ઝડપે દોડે છે મહિલા

નોર્વે: યુરોપીયન દેશ નોર્વેની આયલા કર્સ્ટન નામની મહિલા ઘોડાની જેમ ચલાવા-દોડવાના કારણે હાલ ચર્ચામાં છે. તેના ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આયલા ફક્ત ઝડપી ચાલતી જ નથી, પણ ઘોડાની જેમ રસ્તામાં આવતા કોઈ પણ અવરોધને કુદીને ઓળંગી પણ જાય છે.

કર્સ્ટને ઈન્સ્ટાગ્રામ પર ત્રણ સપ્તાહ પહેલા એકાઉન્ટ ઓપન કર્યું હતું. પણ તેની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. લોકો ટ્વિટર પર તેની માહિતી શેર કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો શેર કરી તેને ‘હોર્સ વુમન’ નામ આપ્યું છે. આયલાએ મીડિયાને જણાવ્યું હતું કે તે ચાર વર્ષની હતી ત્યારથી કુતરાની જેમ ચાલવાનું તેને પસંદ હતું.

આયલા કર્સ્ટને તેના ચાલવાના અનુભવને શેર કર્યો છે. તેણે કહ્યું, “મને આમ ચાલવામાં ક્યારેય ઈજા થઈ નથી તેમજ કાંડામાં પણ કોઈ તકલિફ પડી નથી.” કર્સ્ટને કહ્યું કે લોકો મારી આ અનોખી ટેવને પસંદ કરી રહ્યા છે.

કર્સ્ટને કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. એકમાં તે કુતરા સાથે રેસ લગાવી રહી છે, બીજામાં તે ઘોડાની જેમ ઝડપથી દોડી રહી છે. તે જે રીતે જમીન પર હાથ અને પગ રાખીને દોડી રહી છે તે દ્રશ્ય આશ્ચર્ય પમાડે તેવું છે.