ચીનમાં ભીખારીઓ પણ છે હાઈટેક, ભીખ માંગવા માટે QR કોડનો કરે છે યુઝ

બેઇજિંગ: જે રીતે ચીન દરેક વસ્તુમાં હાઈટેક થઈ રહ્યું છે તે જ રીતે ચીનના ભિખારીઓ પણ કંઈક અલગ અંદાજમાં ભીખ માંગી રહ્યા છે. ચીનના ભિખારીઓ રસ્તા કે ટ્રેનમાં નહીં પણ ક્યુઆર કોડ (QR code) દ્વારા ભીખ માંગી રહ્યા છે. તમને સાંભળીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. ચીનની કંપનીઓએ ભિખારીઓને ક્યુઆર કોડ અપાવ્યા છે. જેના દ્વારા ભિખારીઓ ઈ-વોલેટનો યુઝ કરી લોકો પાસે ભીખ માંગી રહ્યા છે.

જાણકારી મુજબ ભિખારીઓને ભીખ આપવા માટે લોકોએ ક્યુઆર કોડ સ્કેન કરાવવો પડશે. જેનાથી ભીખ આપનારા લોકોની માહિતી કંપની પાસે પહોંચી જશે. આના બદલામાં કંપનીઓ ભિખારીઓને અલગથી પૈસા પણ આપે છે, જે સીધા તેના ઈ-વોલેટમાં જમા થાય છે. ક્યુઆર કોડ જારી કરનારી કંપનીઓમાં અબીબાબા અને વી-ચેટ જેવા ઈ-વોલેટ સામેલ છે. ટુરિસ્ટ પ્લેસ ઉપરાંત રેસ્ટોરન્ટ આસ-પાસ પણ હાઈટેક ભિખારીઓ જોવા મળે છે, જેની પાસે ક્યુઆર કોડ અને ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ છે.

આ સિસ્ટમથી ભિખારીઓને ક્યુઆર કોડથી મદદથી ભીખ માંગવમાં સરળતા થઈ ગઈ છે. જે લોકો છુટ્ટા પૈસા ન હોવાનું બહાનું કાઢીને નીકળી જતાં હતા, તેઓ હવે સ્કેન દ્વારા પૈસા ભિખારીઓને ઓન-ધ-સ્પોટ આપવા લાગ્યા છે.

ભિખારીઓ કાગળ પર સૂચના લખી ક્યુઆર કોડ દ્વારા ભીખ આપવાની અપીલ પણ કરે છે. આ ઉપરાંત ભીખમાં પૈસા ના મળે તો સ્પોન્સર્ડ કંપનીના પૈસાથી તેમનું ગુજરાન ચાલી જાય છે. ક્યુઆર કોડ ભિખારીઓ માટે વરદાન સાબિત થયું છે. ભિખારીઓ ઈ-વોલેટથી કોઈ પણ દુકાનમાં સરળતાથી સામાન ખરીદી શકે છે.