બબીતાજીએ સલમાન ખાનને સંભળાવી દીધી એવી એવી વાતો કે… જાણીને ગુસ્સો આવી જશે

મુંબઈઃ ‘બિગ બોસ’ના ઘરમાં જ્યારથી રાખી સાવંત આવી છે, ત્યારથી ચર્ચામાં છે. આ વખતે રાખી ઘરની અંદર અભિનવ શુક્લા સાથે જે રીતનું વર્તન કર્યું તેને કારણે ચર્ચામાં છે. ઘરની અંદર રાખી ઘણીવાર અભિનવ સાથે ફ્લર્ટ કરે છે. જોકે, આ વખતે રાખીએ જે કર્યું, તે તમામ હદ પાર કરી નાખી હતી.

આ વખતે રાખીએ અભિનવ શુક્લાના શોર્ટ્સના દોરા ખેંચી નાખ્યા હતા. ત્યારબાદ રૂબીના ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે રાખી સાથે ઝઘડો કર્યો હતો. રૂબીનાએ કહ્યું હતું કે રાખીએ પોતાની તમામ હદો પાર કરી છે. તે ચીપ એન્ટરટેઈનમેન્ટ પર ઉતરી આવી છે.

રાખીના આ કાંડ બાદ દર્શકો બે હિસ્સામાં વહેંચાઈ ગયા છે. કેટલાંકના મતે રાખીની હરકત યોગ્ય હતી અને કેટલાંકે રાખીને ખોટી ગણાવી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા એટલે કે મુનમુન દત્તાએ સલમાન ખાન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

મુનમુને કહ્યું હતું, ‘ઘણું જ ખરાબ લાગ્યું કે આજના એપિસોડમાં અભિનવ શુક્લા તથા રૂબીનાની સંપૂર્ણ અવગણના કરવામાં આવી. બંનેએ રાખીના વ્યવહારને કારણે આઘાતમાં છે. બસ રાખીને થોડુંક જ કહેવામાં આવ્યું. દરેક બાબત મનોરંજક હોતી નથી. આની વચ્ચે એક પાતળી લાઈન હોય છે, બિગ બોસ.’

અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ‘રાહુલ વૈદ્ય તથા વિકાસ ગુપ્તાએ રાખીનું સમર્થન કર્યું અને આ જોઈને ગુસ્સો આવે છે. રાખીએ અભિનવ સાથે જે કર્યું તે ખોટું હતું. આટલું થયા બાદ પણ રૂબીના તથા અભિનવે શાંતિ રાખી, તે વાતનું તેમના માટે માન છે. અભિનવને આ વાત કઈ હદે હેરાન કરતી હતી, તે તેના ચહેરા પર દેખાતું હતું.’

વધુમાં મુનમુને કહ્યું હતું કે નિક્કી તંબોલી બદતમીઝ હોઈ શકે છે, પરંતુ તે એન્ટરટેઈનર પણ છે. ઘરમાં તેનાથી પણ વધારે લોકો બદતમીઝ બને છે, પરંતુ તેમની હરકતો પર ધ્યાન આપવામાં આવતું નથી. મામને એક સરખી રીતે જ ધમકાવવા જોઈએ.