પ્રિયંકા ચોપરાએ બિકીનીમાં માણી રજા, બતાવી પોતાની અલ્લડ જવાની

મુંબઈઃ પ્રિયંકા ચોપરા હાલમાં લંડનમાં પતિ નિક સાથે વેકેશન મનાવી રહી છે. પ્રિયંકાએ રેડ કલરની ટૂ પીસ બિકીનીની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. બિકીની પહેરીને પ્રિયંકાએ ઝકૂઝીની મજા માણી હતી.

પ્રિયંકાએ બિકીનીની તસવીરો શૅર કરીને કહ્યું હતું કે શનિવાર યોગ્ય રીતે સેલિબ્રેટ કરે છે. તમામને શનિવારની તથા વીકેન્ડની શુભેચ્છા. પ્રિયંકા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે.

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાની બ્રાન્ડનું હેર શેમ્પુ તથા હેર પ્રોડક્ટ લોન્ચ કરી હતી. હેર પ્રોડ્ક્ટની જાહેરાતમાં પ્રિયંકા માત્ર વ્હાઈટ રૂમાલમાં જોવા મળી હતી. આમાં તે એકદમ સેક્સી લાગતી હતી.

પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ છે. ફિલ્મમાં તેણે પહેલી જ વાર રાજકુમાર રાવ સાથે કામ કર્યું છે. આ ફિલ્મના સેલેબ્સે ઘણાં જ વખાણ કર્યાં છે. પ્રિયંકાએ હાલમાં જ લંડનમાં ‘ટેકસ્ટ ફોર યુ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. તે અન્ય એક હોલિવૂડ ફિલ્મમાં પણ જોવા મળશે.

પ્રિયંકાએ પોતાની ઓટોબાયોગ્રાફી પણ લખી છે. પ્રિયંકા પાસે હાલમાં બોલિવૂડની એક પણ ફિલ્મ નથી. જોકે, માનવામાં આવે છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હીરામંડી’માં પ્રિયંકા ચોપરા કામ કરશે.