કોરોના પોઝિટિવ અભિનેત્રીએ સંભળાવી આપવીતી, ડૉક્ટર્સને ગણાવ્યા સાચા હીરો

નવી દિલ્લી: બોલીવુડ સિંગર કનિકા કપૂર બાદ ફિલ્મ પ્રોડ્યૂસર કરીમ મોરાની પણ કોરોના પોઝિટિવ હોવાનો ખુલાસો થયો છે. આ પહેલા કરીમ મોરાનીની દીકરી શજા મોરાની પણ કોરોના પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. બંનેમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. જો કે કરીમ મોરાનીની બીજી દીકરી જોઆ મોરાની જે કોરોના પોઝિટિવ નીકળી હતી છે અને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ખુલાસો કર્યો છે કે તેને કોરોનાના લક્ષણ હતા. જોઆએ પોતાની પોસ્ટના માધ્યમથી એ પણ જણાવ્યું છે કે હૉસ્પિટલમાં ડૉક્ટર્સ પડકારભરી સ્થિતિમાં પણ દર્દીઓની સારી સાર સંભાળ રાખી રહ્યા છે.

પ્રાણાયમ અને ગરમ પાણી પીવાથી સારું રહે છેઃ જોઆ મોરાની
જોઆએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, ‘મારા પિતા, મારી બહેન અને હું કોરોના પોઝિટિવ છે. પાપા અને મારી બહેનમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. જો કે મારામાં થોડા લક્ષણો હતો. હું જલ્દી જ મારો અનુભવ શેર કરીશ જેથી લોકોને આ વાયરસ વિશે અંદાજ આવે અને હું લોકોને કામ આવી શકું.

મને એવું લાગ્યું કે મને ફ્લૂ છે અને હું છાતીમાં અસહજ મહેસૂસ કરવા લાગી, જો કે મને આરામ કરવાથી સારું લાગ્યું. પ્રાણાયમ કરવાની અને ગરમ પાણી પીવાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. હું આશા રાખું છું કે હું જલ્દી જ ઘરે જઈ શકીશ.’

જોઆએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘અહીંના ડૉક્ટર, નર્સ અને હૉસ્પિટલનો સ્ટાફ જે રીતે અમારી સાર સંભાળ રાખી રહ્યો છે તે કાબિલે તારીફ છે. તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. હું જોઈ શકું છું કે તેઓ પોતાના પ્રોટેક્ટિવ સૂટમાં કમ્ફર્ટેબલ નથી, તેમ છતાં તેઓ સતત પડકારોનો સામનો કરીને અમારો ઈલાજ કરી રહ્યા છે. તો ખરેખર સાચા હીરો છે.’

તેમણે આગળ કહ્યું કે, ‘મારા ડૉક્ટર ખૂબ જ સ્વીટ છે અને તેઓ જીવનને પ્રેમ કરે છે. તેઓ હંમેશા જોક્સ કરતા રહે છે અને મને સારું ફીલ કરાવવાનો પ્રયત્ન કરતા રહે છે. તેમણે જ મને કહ્યું હતું કે હું કોરોના પોઝિટિવ છું. જો કે આ સમય પર તે ખૂબ જ ફની અને સંવેદનશીલ બની રહ્યા. હું ડૉક્ટર સૌરભનો આભાર માનું છું. તેમની સાથે હું મારી જાતને સુરક્ષિત અનુભવું છું.’