કેમ રડવા લાગી કોરોનાના દર્દીઓની દેખરેખ કરતી નર્સ? ખૂબ વાઈરલ થઈ તસવીરો

ન્યુયોર્ક: દુનિયાભરમાં કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાના કારણે અનેક ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી કેટલાક લોકોનું મોત પણ થઈ ગયું છે. કોરોનાના દર્દીઓના ઈલાજ સમયે ડૉક્ટર અને અન્ય સ્ટાફને પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ(પીપીઈ)ની જરૂર હોય છે. પરંતુ અનેક દેશોમાં તેનો અભાવ છે. જે વચ્ચે અમેરિકાની એક નર્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે હોસ્પિટલમાં પુરતા માસ્ક ન હોવાની વાત કરી રહી છે.

30 વર્ષની ઈમરિસ વેરા અમેરિકામાં ઈલિનૉયસના એક હૉસ્પિટલના આઈસીયૂમાં કામ કરતા હતા. પરંતુ હૉસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં માસ્ક અને ઈક્વિપમેન્ટ ન હોવાના કારણે તેણે એપ્રિલ મહીનાના અંતમાં નોકરી છોડી દીધી.

30 એપ્રિલે નર્સ જ્યારે હૉસ્પિટલ પહોંચી તો ત્યાં પર્યાપ્ત માસ્ક નહોતા. નર્સનો દાવો છે કે જ્યારે તેમણે પોતાનું પીપીઈ વાપરવાનો પ્રયાસ કર્યો તો મેનેજરે તેમને રોક્યા. કથિત રીતે આવું નિયમોની વિરુદ્ધમાં હોવાના કારણે કરવામાં આવ્યું.

ઈમરિસ પોતાની બહેન સાથે રહે છે, જે એક લોહીની જટિલ બીમારીથી લડી રહી છે. ઈમરિસનું કહેવું છે કે જો તે કોરોના સંક્રમિત થઈ જાય છે તો તેમના જીવને ખતરો થઈ શકે છે.

ઈમરિસે કહ્યું કે, હું જાણું છું કે મારી જરૂર છે. હું મદદ કરવા ઈચ્છું છું. પરંતુ મને લાગે છે કે આ મારી જિંદગી કે મારા પરિવારની જિંદગીની કિંમત પર થઈ રહ્યું છે. આ અસ્વીકાર્ય છે.

ડેઈલી મેઈલ ટીવીના રિપોર્ટ અનુસાર, ઈમરિસે કહ્યું કે જો જૈવિક યુદ્ધ થતું હોય તો તમે તમારા સૈનિકોને ગેસ માસ્ક વિના નથી મોકલતા. અથવા તો બંદૂકની સાથે લડાઈ થઈ રહી હોય તો આપણે ચાકૂ સાથે પણ નથી મોકલતા. આવી જ રીતે મેડિકલ સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત હોવું જોઈએ. ઈમરિસનું કહેવું છે કે તે અમેરિકામાં કામ કરી રહેલી લાખો નર્સની અવાજ બનવા માંગે છે.