આ દેશને કારણે માર્કેટમાં ખત્મ થઈ ગયા કોન્ડોમ, કોરોનાને કારણે બંધ કરી દીધી તમામ ફેક્ટરીઓ

કોરોના વાયરસ ફેલાવાને કારણે દુનિયાની અડધીથી વધારે આબાદી ઘરોમાં કેદ રહેવા માટે મજબુર છે. સૌથી વધારે દેશોમાં સરકારે બિઝનેસ હાઉસિસ અને ફેક્ટરીઓ બંધ કરાવી દીધી છે. તેનાંથી ઘણી વસ્તુઓનાં ઉત્પાન પર ઘણી અસર પડી રહી છે. કોન્ડોમ પણ તેમાંથી એક છે. મલેશિયામાં સૌથી વધારે રબડ અને કોન્ડોમનું ઉત્પાદન થાય છે. પરંતુ અહીં ફેક્ટરીઓ હાલમાં બંધ છે. તેનાંથી દુનિયાભરનાં બજારોમાં કોન્ડોમની કમી આવી છે. કોન્ડોમ બહુજ જરૂરી વસ્તુઓની કેટેગરીમાં આવે છે. પરંતુ તેમાં કમી આવવાને કારણે લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

મલેશિયામાં લાગુ છે MCO
મલેશિયામાં 2,626 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અહીં 37 લોકોનાં મોત થયા છે. થોડા સમય પહેલાં મલેશિયાની રાજધાની કુઆલાલામ્પુરમાં મુસ્લિમ ધર્માવલંબિયોનું એક બહુજ મોટું આયોજન થયુ હતુ. જેમાં લગભગ 15000 લોકો સામેલ થયા હતા. ત્યારબાદ ત્યાં કોરોનાનું સંક્રમણ તેજીથી વધ્યુ હતુ. કોરોનાના મમાલા વધવા પર મલેશિયાની સરકારે દેશમાં મૂવમેન્ટ કંટ્રોલ ઓર્ડર (MCO)રજૂ કર્યો છે. આ ઓર્ડર બાદ લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી.

કોન્ડોમની ફેક્ટરીઓ થઈ ગઈ બંધ
મૂવમેન્ટ કંટ્રોલ ઓર્ડર લાગૂ કર્યા બાદ મલેશિયામાં કોન્ડોમનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. મલેશિયામાં કોન્ટ્રાસેપ્ટિવ્સ અને કોન્ડોમ બનાવતી સૌથી મોટી કંપની Karex છે. આ દુનિયામાં સૌથી વધારે કોન્ડોમનું ઉત્પાદન કરે છે. દુનિયામાં વેચાતા 5 કોન્ડોમમાંથી એક આ કંપની જ બનાવે છે. દુનિયાભરમાં કોન્ડોમનું સૌથી મોટું સપ્લાયર મલેશિયા છે. પરંતુ હવે પ્રોડક્શન બંધ થવાને કારણે કંપનીએ 15 માર્ચથી લઈને 15 એપ્રિલની વચ્ચે સામાન્યથી 20 કરોડ ઓછા કોન્ડોમનું ઉત્પાદન કર્યુ છે.

શું થશે આગળ?
Karex કંપનીનાં ચીફ ગોહ મિયા કિયાટે કહ્યુ છેકે, આખી દુનિયામાં ટ્રાન્સપોર્ટેશનની મુશ્કેલી અને ઓછા ઉત્પાદનને કારણે કોન્ડોમનાં સપ્લાયમાં ઘટાડો આવ્યો છે. દરેક જગ્યાએ કોન્ડોમામાં ઘટાડો આવ્યો છે. ગોહે કોન્ડોમને એક જરૂરી મેડિકલ ડિવાઈસ ગણાવતાં તેના ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છેકે, એક તરફ જ્યાં અમે કોરોના વાયરસની સામે લડી રહ્યા છીએ. બીજા મુદ્દાને લઈને જાગૃત રહેવું પડશે. તેમનું કહેવાનું હતું કે, વિકાસશીલ દેશોમાં કોન્ડોમની સપ્લાઈ થઈ શકતી નથી.

કંપનીને ઉત્પાદનની મળી છૂટ
Karex દુનિયાની ઘણી કંપનીઓ અને સરકારોને કોન્ડોમ સપ્લાય કરે છે. હાલમાં સરકારનાં આદેશ બાદ મલેશિયા સ્થિત તેની બંને ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ છે. પરંતુ કંપનીને તેનાં 50 ટકા કર્મચારીઓને ઉત્પાદનમાં લગાવવાની છૂટ મળી છે. હવે તેનાંથી કોન્ડોમનું ઉત્પાદન વધશે.