9 વાગ્યે 9 મિનિટે આ બોલીવૂડ સ્ટાર્સે જલાવ્યા દીપ, PM મોદીના અભિયાનને આપ્યું સમર્થન

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા દેશને સંબોધન કરતા લોકોને વિનંતી કરી હતી કે તેઓ 5 એપ્રિલ, 2020 ને વિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે તેમના ઘરની લાઇટ બંધ કરે અને એક સાથે દીવડાઓ જલાવીને એકતાનો સંદેશ આપે. દેશવાસીઓએ વડા પ્રધાનનું કહેવાનું માન્યુ હતુ અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ પાછળ રહ્યા નહીં.

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને તેના પરિવાર સાથે મીણબત્તી જલાવી હતી. તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તેની સાથે અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા પણ છે. બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આકાશ તરફ ટોર્ચ દેખાડી અને વિશ્વને એકતાનો સંદેશ આપ્યો હતો. બોલીવુડ સિંગર લતા મંગેશકરે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને દીવો પ્રગટાવતા લખ્યું – નમસ્કાર. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના આહ્વાન પર આવો અને બધા મળીને દીપ પ્રગટાવીએ.

હંમેશાં સરકારનું સમર્થન કરનારા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, આ ખાસ પ્રસંગે તેમના ઘરની બાલ્કનીમાં મીણબત્તી પ્રગટાવીને ઉભેલા જોવા મળ્યા હતા. ટીવી જગતની બોલ્ડ એક્ટ્રેસ મોનાલિસા તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે મીણબત્તી પ્રગટાવતી જોવા મળી હતી.


આ સિવાય અભિનેત્રી પૂજા હેગડેનો એક ફોટો પણ સામે આવ્યો હતો જેમાં તે છોડનાં કુંડા ઉપર લાઈટ લગાવતી જોવા મળી રહી છે. બિગ બોસની એક્સ સ્પર્ધક અને અભિનેત્રી હિમાંશી ખુરાનાએ પણ તેમના ઘરની બહાર દીવડાઓ પ્રગટાવ્યા હતા અને પીએમ મોદીની અપીલને આવકારી હતી.

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી હંમેશાં પ્રેક્ષકોની જીભ પર હોય છે. આ વખતે બંનેએ સાથે મળીને દીવો પ્રગટાવ્યો. દીપિકાએ આ ફોટો શેર કર્યો છે. સાઇના નેહવાલે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં સાયના ગ્રીન કલરના સૂટમાં હાથમાં દીવો લઈને ઉભી છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાએ પણ તેમના ઘરે દીવો પ્રગટાવ્યો હતો. આ સમય દરમિયાન, તેમની પુત્રી પણ સાથે હાજર હતી. ફિલ્મ ફુકરેથી ચર્ચામાં આવેલા વરૂણ શર્માએ તેની માતા સાથે દીવો પ્રગટાવ્યો છે. વરુણ ફોટામાં ખૂબ ખુશ લાગે છે.

તો સાથે જ, અનુષ્કા શર્મા અને તેના વિરાટ કોહલી પણ તેમના ઘરે દીવો પ્રગટાવીને પીએમને ટેકો આપતા દેખાયા હતા. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર ફોટા પોસ્ટ કર્યા છે. અનુષ્કાએ તેની સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે. તે લખ્યું કે, ‘હું વર્ષોથી દીવડાઓ જલાવતી રહી છું. હું જ્યારે પણ દીવો પ્રગટાવું છું ત્યારે રસ્તો શોધુ છું, જેથી મારી અંદરનો અંધકાર ખતમ થઈ જાય. જ્યારથી રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાયો છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું, એવા લોકો માટે જેઓ પોતાના પરિવારથી દૂર રહે છે. જેઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જે જરૂરિયાતમંદ છે. જેમનું જીવન પુરી રીતે બદલાઈ ગયુ છે. જેમની નોકરીની કોઈ જાણ નથી. હેલ્થકેર પ્રોફેશનલ જે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. અનુષ્કાએ વધુમાં લખ્યું કે, ‘તો આજે મેં વધુ દિલથી પ્રાર્થના કરી અને ભારતના લોકોની સાથે મળીને દીવો પ્રગટાવ્યો. આપણે બધા એક બીજા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. પ્રાર્થનાઓ ક્યારેય ખાલી જતી નથી.

મધુર ભંડારકર

વિતેલા જમાનના સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને હેમા માલિની.

અભિનેત્રી અનન્યા પાંડે પિતા ચંકી પાંડે સાથે.

જાન્હવી કપૂર

અભિનેત્રી વાણી કપૂર અને શ્રદ્ધા કપૂર.