ચાહકે એવી સેવા શરૂ કરી કે જે જોઈને અભિનેતા સોનુ સૂદને પણ નવાઈ લાગી! - Real Gujarat

ચાહકે એવી સેવા શરૂ કરી કે જે જોઈને અભિનેતા સોનુ સૂદને પણ નવાઈ લાગી!

કોરોનાની મહામારીમાં અભિનેતા સોનુ સૂદ હજારો લોકો માટે ભગવાન બન્યો હતો. સોનુ સૂદે પોતાના ખર્ચે મજૂરોને તેમના વતન પહોંચાડવાનું કામ કર્યું હતું તે સમયે તેણે મજૂરોને જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી. આ સારું કરતાં સોનુ રાતોરાત સ્ટાર થઈ ગયો હતો. ત્યારે એક ચાહકે સોનુ સૂદના નામથી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. ત્યારે તેના સારાં કામથી પ્રેરિત થઈને ચાહકે હૈદરાબાદમાં ફ્રીમાં સેવા શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે, ચાહકે સોનુના નામ પર જ આ સેવા શરૂ કરી છે.

એમ્બ્યુલન્સ ચાલુક કરનાર શિવા પ્રોફેશનથી એક સ્વિમર છે. તેણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને આ-ત્મ-હ-ત્યા કરતા બચાવ્યા છે. ત્યાર બાદ તે બહુ જ ચર્ચામાં આવ્યો હતો. આવા કારા કામમાટે તેને ડોનેશન પણ મળવા લાગ્યું હતું. શિવાએ જે સર્વિસ શરૂ કરી છે તેનું નામ ‘સોનુ સૂદ એમ્બ્યુલન્સ સર્વિસ’ રાખ્યું છે. જે સોનુ સૂદના નામે છે. તેનું ઉદ્ધાટન સોનુએ કર્યું હતું. સોનુએ આ કામ માટે શિવાને અભિનંદન પાઠવ્યા હતાં અને આવા સારાં કામ આગળ પણ કરતાં રહેવાનું કહ્યું હતું.

શ્રીધર પિલ્લૈએ ટ્વિટ કરી આ તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘સોનુ સૂદના નામ પર ‘સોનુ સૂદ એમ્બુલન્સ સર્વિસ’ શરુ કરવામાં આવી છે. આ આંધ્રથી લઈ તેલંગાણા સુધી તે જરુરિયાતમંદ દર્દીઓ માટે તૈનાત રહેશે જે લોકો મેડિકલ ફેસિલિટી અફોર્ડ નથી કરી શકતા એવા લોકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ એમ્બુલન્સના ઉદ્ઘાટન પર સોનુ સૂદ પણ પહોંચ્યો હતો. સોનુ સુદે આ બાબતને શેર કરતા લખ્યું હતું કે, આપણું પહેલું સ્ટેપ અને હજુ તો ઘણું ચાલવાનું છે, થેંક્યૂ સર.

સોનુ સૂદ કોરોનાની મહામારીમાં લોકોની મદદ કરવાના કારણે ચાહકો ઉપરાંત અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. સોનુએ વિદેશમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવામાં પણ મદદ કરી હતી. તેના આ કામના કારણે લોકો તેને ભગવાનની જેમ પૂજવા લાગ્યા હતાં. 20 ડિસેમ્બરના રોજ તેલંગાણાના સિદ્દીપેટમાં સોનુ સૂદ માટે એક મંદિર બનાવવામાં આવ્યું હતું. જ્યાં તેની મૂર્તિ લગાવવામાં આવી છે.

You cannot copy content of this page