દરિયાની વચ્ચોવચ જઈ ગુજરાતના જાણીતા કલાકારોએ બોલાવી દુહાની રમઝટ, આવો હતો મસ્ત માહોલ

ગુજરાતના જાણીતા ડાયરા કલાકારો આજે જાફરાબાદના શિયાળ બેટની મુલાકાતે પહોંચ્યાં હતાં. જેમાં માયાભાઈ આહીર, રાજભા ગઢવી સહિતના 10 જેટલા કલાકારો અને સાહિત્યકારોએ નાવડામાં બેસીને મજા માણી હતી. જ્યારે દરિયાની વચ્ચોવચ જઈને રાજભા ગઢવીએ દુહાની રમઝટ બોલાવી હતી. આ કલાકારોની સાથે કોંગ્રેસના ધારાસભ્યો અંબરિશ ડેર પર જોવા મળ્યાં હતાં. આ કલાકારોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ચાહકો ભરપુર કમેન્ટ્સ કરી રહ્યાં છે.

જાફરાબાદના શિયાળ બેટની મજા માણવા માટે હાસ્ય કલાકાર માયાભાઈ આહિર, ભોળાભાઈ આહિર, અનુભાઈ ગઢવી, રાજભા ગઢવી, ભરતદાન ગઢવી સહિત 10 જેટલા કલાકારોએ દરિયાની વચ્ચોવચ જઈને આનંદ માણ્યો હતો. મહત્વની વાત એ છે કે, માયાભાઈ આહીરે તો હોડી ચલાવવાની પણ મજા માણી હતી જ્યારે અન્ય કલાકારોએ દુહાની રમઝટ બોલાવી હતી.

જાફરાબાદ તાલુકાના શિયાળ બેટની મુલાકાતે સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર કલાકારો આવી પહોંચ્યો હતાં. 5થી વધુ લોકગાયકો આ પ્રવાસમાં જોડાયા હતા અને બોટ પ્રવાસ કર્યો હતો. આ સાથે અહીંના પ્રાચિન સ્થળની પણ મુલાકાત પણ લીધી હતી. બોટિંગ દરમિયાન દરિયા વચ્ચે લોકગાયકોએ દુહા-છંદની રમઝટ બોલાવી હતી.

લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, રાજભા ગઢવી, ભરતદાન ગઢવી, અનુભાઈ ગઢવી, ભોળાભાઈ આહીર સહિતના લોકગાયકો એક સાથે બોટમા શિયાળ બેટ સુધી ગયા હતા અને દુહા-છંદ, ભજનની રમઝટ બોલાવી હતી. તેમની સાથે કેટલાક યુવાનો પણ જોડાયા હતા.

કલાકારોએ બોટમાં બેસીને દુહા અને ડાયરાની રમઝટ બોલાવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.