જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા કરો આ 9 ચમત્કારિક ઉપાયો

અમદાવાદઃ રવિવાર સૂર્યની પૂજાનો વિશેષ દિવસ છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિની અસર આપણી બુદ્ધિ પર પણ થાય છે. સાથે જ સૂર્યની શુભ સ્થિતિ સમાજમાં માન-સન્માન પણ અપાવે છે. જો તમે પણ સૂર્યને પ્રસન્ન કરી શુભ ફળ મેળવવા ઈચ્છતા હોવ તો અહીં બતાવેલા ઉપાય રવિવારે કરી શકો છો…

1. રવિવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં ચંદન અને લાલ ફૂલ નાથી સૂર્યને ચડાવો. ‘ॐ खखोल्काय नम:’ આ મંત્રના જાપ કરો.

2. સૂર્યને જળ ચડાવ્યાં પછી ઘરમાં સૂર્યની મૂર્તિને ગંગાજળ અથવા ચોખ્ખાં જળથી સ્નાન કરાવો. તેના પછી લાલ ચંદન, ચોખા, કમળ વગેરે ચડાવો. લાડુનો પ્રસાદ ચડાવો.

3. પૂજામાં બેસવા માટે કુશના આસનનો ઉપયોગ કરવો. પૂર્વ દિશાની તરફ મુખ કરી સૂર્ય મંત્રના જાપ કરો. જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.
મંત્રઃ-हंस हंस कृपालुस्त्वमगतीनां गतिर्भव। संसारार्णवमग्रानां त्राता भव दिवाकर।।

4. છેલ્લે સૂર્યદેવની આરતી કરો. પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગી લો અને મંગળ થવાની પ્રાર્થના કરો.

5. જે લોકોની કુંડળીમાં સૂર્ય નીચ સ્થિતિમાં હોય તે લોકોએ રવિવારના દિવસે સૂર્ય યંત્રની સ્થાપના કરી દર રવિવારે તેની પૂજા કરવી. તેનાથી કુંડળીના દોષો ઓછા થઈ જાય છે અને વિશેષ લાભ પણ મળે છે.

6. રવિવારના દિવસે સૌથી પહેલા સવારે ઊઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ સૂર્યદેવને પ્રણામ કરો. ત્યારબાદ સૂર્ય યંત્રને ગંગાજળ અને ગાયના દૂધથી પવિત્ર કરો. હવે આ યંત્રનું વિધિ પૂર્વક પૂજા કર્યા બાદ સૂર્ય મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રઃ- ऊँ घृणि सूर्याय नम:। જાપ કર્યા પછી આ યંત્રની સ્થાપના પોતાના પૂજા સ્થળ ઉપર કરી દો. આ પ્રકારે આ યંત્રની પૂજા કરવાથી ઝડપથી સૂર્ય સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે.

7. તંત્રશાસ્ત્ર પ્રમાણે રવિવારના દિવસે ગોળ અને ચોખાને વહેતા જળમાં પ્રવાહિત કરવું શુભ માનવામાં આવ્યું છે. જો સૂર્યદેવને પ્રસન્ન કરવા માગતા હોવ તો પકાવેલા ચોખામાં ગોળ અને દૂધ મેળવીને ખાવા જોઈએ. આ ઉપાયથી પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે.

8. જ્યોતિષ મુજબ તાંબુ સૂર્યનું ધાતુ છે. રવિવારના દિવસે તાંબાનો સિક્કો કે તાંબાનો ચોરસ ટુકડો વહેલા જળમાં પ્રવાહિત કરવાથી કુંડળીમાં સ્થિત દોષ ઓછા થઈ જાય છે. તેની સાથે જ લાલ કપડાંમાં ઘઉં અને ગોળ બાંધીને દાન કરવાથી પણ વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થઈ જાય છે.

9. રવિવારના સ્નાન કરીને પૂર્વ દિશામાં મુખ કરીને ઘાસના આસન પર બેસો. પોતાની સામે બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરો અને તેની ઉપર સૂર્યદેવની તસવીર કે પ્રતિમા સ્થાપિત કરો. ત્યારબાદ સૂર્યદેવની પંચોપચાર પૂજા કરો અને ગોળનો ભોગ લગાવો. પૂજામાં લાલ ફૂલ ચોક્કસ રાખો. ત્યારબાદ લાલ ચંદનની માળાથી નીચે લખેલા મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા ચોક્કસ કરવી. મંત્ર – ऊँ भास्कराय नम:

આ રીતે સૂર્યદેવની પૂજા-અર્ચના કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. જો અહીં બતાવેલી પૂજન વિધિ દર રવિવારે કરવામાં આવે તો પણ ઝડપથી લાભ થાય છે.