ખરાબ સ્વપ્નોથી મુક્તિ મેળવવા કરો આ 8 રામબાણ ઉપાય

અમદાવાદઃ સપના બધાને દેખાતા હોય છે. તેમાંથી કેટલાક સપના સારા અને ખુશી આપતા હોય છે, જ્યારે કેટલાક ડરામણાં હોય છે. કેટલાક લોકોને સતત ખરાબ સપના આવતા રહેતા હોય છે, જેના લીધે તે ભયભીત રહેવા લાગે છે. આ ખરાબ અથવા ડરામણાં સપનાથી બચવા માટે અગ્નિપુરાણમાં કેટલાક સરળ ઉપાય બતાવવામાં આવ્યાં છે. આ ઉપાયોને અપનાવીને આપણે ખરાબ સપનાથી છુટકારો મેળવી શકીએ છીએ…

તરત સુઈ જાવ:
ખરાબ અથવા ડરામણાં સપના આવવા પર સામાન્યપણે ઊંઘ ઊડી જતી હોય છે. વ્યક્તિ અડધી રાતમાં જ ઊંઘમાંથી જાગીને સપનામાં થયેલી ઘટના વિશે વિચારતા રહે છે. અગ્નિપુરાણ મુજબ આવા સપના જોવાની જગ્યાએ ઊંઘ ઊડી જાય તો ફરીથી તરત સઈ જવું જોઈએ. એવું કરવાથી સપનું દિમાગમાંથી નીકળી જાય છે. સવારે ઊઠ્યાં પછી અડધી રાતના સપના યાદ નથી રહેતા અને શાંત મનની સાથે તમે પોતાના દિવસની શરૂઆત કરી શકો છો.

બીજાને ન બતાવો:
મોટાભાગે બધાની આદત હોય છે કે આપણે આપણી સાથે જોડાયેલી દરેક વાત, દરેક ઘટના કોઈ ન કોઈ સાથે ચોક્કસ શેર કરીએ છીએ, પરંતુ શાસ્ત્રો મુજબ કેટલીક વાતોને ગુપ્ત રાખવી જ સારું માનવામાં આવે છે. ખરાબ સપનાને એ જ સમયે ભૂલી જવું જોઈએ, તેને કોઈની પણ સામે જાહેર ન કરવું જોઈએ. એવું કરવાથી મનુષ્ય વારંવાર એ જ વાત વિશે વિચારતો રહે છે. સપનામાં થયેલી ઘટના તેના દિમાગમાંથી નીકળી નથી શકતી અને મનુષ્ય વારંવાર તે સપનાને યાદ કરી ભયભીત થતો રહે છે. આવી પરિસ્થિતિઓથી બચવા માટે પોતાના ખરાબ સપનાની વાત કોઈની સાથે પણ શેર ન કરવી જોઈએ.

સ્નાન કરો:
શાસ્ત્રોમાં સવારે ઊઠીને સૌથી પહેલા સ્નાન કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. સ્નાન કરવાથી મનુષ્ય શારીરિક અને માનસિક બંને રીતે શુદ્ધ થઈ જાય છે. ખરાબ સપનાનું સમાધાન લાવવા માટે મનુષ્યે માનસિકપણે શુદ્ધ હોવું અત્યંત જરૂરી હોય છે. માત્ર સ્નાન કરવાથી ખરાબ સપનાને અટકાવી કે રોકી નથી શકાતું. જે મનુષ્યને કાયમ ખરાબ સપના આવે છે, તેણે દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલા સ્નાન જરૂર કરવું જોઈએ.

બ્રાહ્મણોની પૂજા:
બ્રાહ્મણ ભગવાન બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયા છે. પુરાણોમાં બ્રાહ્મણોને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણોને પૂજા કરવા યોગ્ય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મનુષ્યને સારા અથવા ખરાબ સપના તેના કર્મો મુજબ આવે છે. બ્રાહ્મણોની પૂજા કરવાથી મનુષ્યને પોતાના કર્મોથી મુક્તિ મળે છે અને તેના સ્વપ્ન દોષનું પણ નાશ થાય છે. યોગ્ય બ્રાહ્મણની પૂજા કરવા અને તેને દાન આપવાથી ખરાબ સપનાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

તલથી હવન કરો:
કેટલીક વખત સપનાનું કારણ ઘરની આજુબાજુ રહેવાવાળી નકારાત્મક ઉર્જા પણ હોય છે. ઘરની સુખ-શાંતિ માટે નકારાત્મક ઉર્જાઓને ઘરથી દૂર રાખવી ખૂબ જરૂરી હોય છે. તલનું હવન કરીને નકારાત્મક ઉર્જાઓને ઘરથી દૂર કરી શકાય છે. હવનના ધુમાડાથી વાતાવરણ શુદ્ધ થાય છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં નિયમિતપણે હવન કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. નિયમિતપણે તલનું હવન કરવાથી ખરાબ સપનાથી બચી શકાય છે.

ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પૂજા:
ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવને ત્રિદેવ કહેવામાં આવે છે. સમગ્ર સંસારનું નિર્માણ, સંચાલન અને વિનાશ તેમના થકી જ માનવામાં આવે છે. મનુષ્ય પોતાના જીવનના કોઈ પણ દોષની સમસ્યાનો ઉકેલ તેમની પૂજા-અર્ચના થકી મેળવી શકે છે. જે ઘરમાં દરરોજ ત્રિદેવોની પૂજા કરવામાં આવે છે ત્યાં બધા દેવતાઓનો વાસ હોય છે. નકારાત્મક શક્તિઓ અથવા દોષ ત્યાં ટકી નથી શકતા. એટલે સપનાથી બચવા માટે મનુષ્યે ત્રિદેવોને પોતાના ઘરમાં સ્થાપિત કરી તેમની પૂજા કરવી જોઈએ.

મહામૃત્યુંજયનો પાઠ કરો:
ભગવાન શિવને કાળોના મહાકાળ કહેવામાં આવે છે. ભગવાન શિવની કૃપાથી મનુષ્યને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અને તેના સ્વપ્ન દોષનો પણ નાશ થાય છે. મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનો પ્રભાવશાળી મંત્ર છે. તેના પ્રભાવ અને શક્તિઓનું વર્ણન કેટલાય પુરાણોમાં મળે છે. આ મંત્રના જાપ કરવાથી મનુષ્યના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓ ખતમ થઈ જાય છે. દરરોજ ભગવાન શિવની પૂજા અને મહામૃત્યુંજય પાઠના જાપ કરવાથી મનુષ્યને ડરામણાં સપનાની સમસ્યાનો ઉકેલ થઈ જાય છે.

સૂર્યને જળ ચડાવવું:
સૂર્યદેવને જળ ચડાવવું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યદેવને જળ ચડાવવાથી પણ સ્વપ્ન દોષથી મુક્તિ મેળવી શકાય છે. સૂર્યને જળ ચડાવવા પર જળના જે ટીપાં મનુષ્યના શરીરને સ્પર્શ કરે છે, તે મનુષ્યના તન અને મનની શુદ્ધિ કરે છે. દરરોજ સૂર્યને જળ ચડાવવાથી મનુષ્યના મન અને વિચાર શુદ્ધ રહે છે અને તેને ખરાબ સપના નથી આવતા.