આ કારણોસર પ્રાચીનકાળથી ઘીનો દીવો પ્રગટાવાય છે, આ છે ખાસ લાભ

અમદાવાદઃ સાચાં મનથી ભગવાનને યાદ કરવા માટે કોઈ પણ પ્રકારની મુદ્રા અથવા વસ્ત્ર ધારણ કરવું જ જરૂરી નથી હોતું. તેના માટે તો માત્ર હાથ જોડીને, શ્રદ્ધાભાવથી ભગવાન સામે પ્રાર્થના કરવી જ પૂરતી માનવામાં આવે છે. તેનાથી ભક્ત અને ભગવાનની વચ્ચે એક અતૂટ અને ગાઢ સંબંધ સ્થાપિત થાય છે. સાથે જ મન તથા મસ્તિષ્કને ખૂબ જ શાંતિ મળે છે, પરંતુ હિન્દુ શાસ્ત્રો મુજબ આજે પણ પૂર્ણ વિધિ-વિધાનની સાથે પૂજા કરવાને મહત્વ આપવામાં આવે છે. પૂજા માટે યોગ્ય સામગ્રી, સ્પષ્ટ રૂપથી મંત્રોચ્ચારણ તથા રીતિ મુજબ પૂજામાં સભ્યોનું બેસવું, દરેક રીતે પૂજાને વિધિપૂર્વક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

કેવી રીતે પ્રગટાવવો દીવો:
પૂજામાં ધ્યાન આપવા યોગ્ય વાતોમાંથી એક છે દીવો પ્રગટાવતી વખતે નિયમોનું પાલન કરવું. પૂજામાં સૌથી અગત્યનું છે દીવો પ્રગટાવવો. તેના વિના પૂજાને આગળ વધારવું કઠિન છે. પૂજા દરમિયાન અને તેના પછી પણ કેટલાય કલાકો સુધી દીવો પ્રગટતો રહે તો તે શુભ માનવામાં આવે છે.

દીવાનો મહત્વ:
આ દીવો પ્રકાશ પ્રદાન કરે છે. પ્રકાશ સાથે સંબંધિત શાસ્ત્રોમાં એક શ્લોક ઉલ્લેખનીય છે – असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमया। मृत्योर्मामृतं गमय॥ ॐ शांति शांति शांति (स्रो: बृहदारण्यक उपनिषद् 1.3.28)।

ઉપરોક્ત પંક્તિમાં આપેલો શ્લોક ‘तमसो मा ज्योतिर्गमया’નો અર્થ છે અંધકારથી ઉજાશની તરફ પ્રસ્થાન કરવું. આધ્યાત્મિક રીતે દીવો જ મનુષ્યને અંધકારથી ઉજાશની કિરણો તરપ લઈ જાય છે. આ દીવાને પ્રગટાવવા માટે તેલ અથવા ધીનો ઉપયોગ કરવામાં આવે છે.

દીવો અને ઘી:
શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવા માટે વિશેષ રૂપમાં ધીનો ઉપયોગ કરવાને મહત્વ આપવામાં આવે છે, જેનું એક કારણ છે ઘીનો પવિત્રતા સાથે સંબંધ. ધીને બનાવવા માટે ગાયના દૂધની જરૂર હોય છે. ગાયને હિન્દુ માન્યતાઓ મુજબ ઉત્તમ સ્થાન પ્રાપ્ત છે. ગાયને માતાનું સ્થાન આપવામાં આવે છે અને તેને ગૌ માતા કહીને બોલાવવામાં આવે છે. આ જ કારણ છે કે તેના દ્વારા આપવામાં આપેલું દૂધ પણ પોતાનામાં પવિત્રતાનો સ્ત્રોત માનવામાં આવે છે એટલે તેનાથી બનેલું ઘી પણ સૌથી પવિત્ર માનવામાં આવે છે.

આધ્યાત્મિક કારણ:
પૂજાના સમયે ઘીના દીવાનો ઉપયોગ કરવાનું એક આધ્યાત્મિક કારણ છે. શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે પૂજનમાં પંચામૃતનું ખૂબ મહત્વ છે અને ઘી તે જ પંચામૃતમાંથી એક માનવામાં આવે છે. એટલે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે.

અગ્નિ પુરાણમાં વર્ણન :
અગ્નિ પુરાણમાં પણ દીવાને કેવી રીતે અને શેનાથી પ્રગટાવવો જોઈએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણ મુજબ દીવાને માત્ર ઘી અથવા પછી તેલથી જ પ્રગટાવવો જોઈએ. આ સિવાય કોઈ પણ અન્ય વસ્તુઓનો ઉપયોગ વર્જિત તથા અશુભ માનવામાં આવ્યો છે.

તેલ કરતા વધુ મહત્વ ધીને:
શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવા માટે તેલ કરતા વધુ ધીને સાત્વિક માનવામાં આવે છે. બંને વસ્તુઓથી દીવો પ્રગટાવ્યાં પછી વાતાવરણમાં સાત્વિક તરંગોની ઉત્પત્તિ થાય છે, પરંતુ તેલની સરખામણીમાં ઘી વાતાવરણને પવિત્ર રાખવામાં મદદગાર સાબિત થાય છે.

ઘીની પવિત્રતા:
આ સિવાય જો તેલના ઉપયોગથી દીવો પ્રગટાવવામાં આવે તો તે પોતાની પવિત્ર તરંગોને પોતાના સ્થાનથી ઓછામાં ઓછું એક મીટર સુધી ફેલાવવામાં સફળ થાય છે. પરંતુ જો ઘીના ઉપયોગથી દીવો પ્રગટાવવામાં આવે તો તેની પવિત્રતા સ્વર્ગ લોક સુધી પહોંચવામાં સક્ષમ હોય છે.

ઓલવાય ગયા પછી પણ અસર:
કહેવાય છે કે જો તેલના ઉપયોગથી દીવો પ્રગટાવવામાં આવે તો તેમાં ઉત્પન્ન થવાવાળી તરંગો દીવો ઓલવાય ગયાના અડધી કલાક પછી પણ વાતાવરણને પવિત્ર બનાવી રાખે છે, પરંતુ ઘીનો દીવો ઓલવાય ગયાના અંદાજિત ચાર કલાક કરતા પણ વધુ સમય સુધી પોતાની સાત્વિક ઉર્જા બનાવી રાખે છે.

શારીરિક ચક્રો સાથે સંબંધ
દીવાને ઘીથી જ પ્રગટાવવા પાછળ માનવીય શારીરિક ચક્રોનું પણ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે માનવ શરીરમાં સાત ચક્રોનો સમાવેશ થાય છે. આ સાત ચક્ર શરીરમાં વિવિધ પ્રકારની ઉર્જાને ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. આ ચક્ર મનુષ્યના તન, મન તથા મસ્તિષ્કને નિયંત્રિત કરે છે.

કોણ છે વધુ સર્વશ્રેષ્ઠ
જો તેલથી દીવો પ્રગટાવવામાં આવે તો આ માનવ શરીરના મૂળાધાર તથા સ્વાધિષ્ઠાન ચક્રને એક સીમા સુધી પવિત્ર કરવાનું કાર્ય કરે છે, પરંતુ જો દીવો ઘીના ઉપયોગથી પ્રગટાવવામાં આવ્યો હોય તો આ પૂર્ણ રૂપથી સાતેય ચક્રોમાંથી મણિપુર તથા અનાહત ચક્રને શુદ્ધ કરે છે.

શારીરિક નાડીઓ
આ સાતેય ચક્રોના સિવાય મનુષ્યના શરીરમાં કેટલાક ઉર્જા સ્ત્રોત પણ હોય છે. તેને નાડી અથવા ચેનલ કહેવામાં આવે છે. તેમાંથી ત્રણ મુખ્ય નાડીઓ છે – ચંદ્ર નાડી, સૂર્ય નાડી તથા સુષુમ્ના નાડી. શરીરમાં ચંદ્ર નાડીથી ઉર્જા પ્રાપ્ત થવા પર મનુષ્ય તન તથા મનની શાંતિને મહેસુસ કરે છે.