શાસ્ત્રોમાં કહ્યું છે આ 6 વાતો કોઈ પણ પુરૂષ માટે નથી સારી, રહેવું સાવચેત!

અમદાવાદઃ પુરૂષો માટે શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો બતાવવામાં આવી છે જે તેમને કાયમ દુઃખ આપે છે. જે લોકોની સાથે આ વાતો થાય છે તે જીવનમાં નિરાશ થઈ શકે છે. અહીં જાણીએ 6 એવી વાતો જે પુરૂષો માટે સારી નથી…

ઉંમર અને પદમાં નાના વ્યક્તિ દ્વારા અપમાન:
સામાન્ય રીતે કોઈ મોટી વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી અપમાનજનક વાતો તો સહન કરી શકાય છે, પરંતુ ઉંમરમાં અને પદમાં નાની વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી અપમાનજનક વાતો સહન કરવી ઘણી મુશ્કેલ હોય છે. કોઈ પણ પુરૂષ માટે આ વાતો દુઃખ આપનારી હોય છે. પુરૂષો માટે માન-સન્માનનો મહત્વ ખૂબ વધારે હોય છે.

પત્ની સાથે ઘણી વધારે વાદ-વિવાદ:
પતિ-પત્નીની વચ્ચે નાના-મોટા વિવાદ થવા સામાન્ય વાત છે, પરંતુ ઘરમાં થોડા વધારે કંકાશ થવા લાગે તો જીવન નરક સમાન લાગવા લાગે છે. પતિ-પત્નીને એકબીજાની ઈચ્છાઓનું ધ્યાન રાખવું જોઈએ. સાથે જ કંકાશની સ્થિતિ ન બને તેના માટે પણ પોતાના-પોતાના સ્તર પર પ્રયાસ કરતા રહેવું જોઈએ.

અસંતુલિત ભોજન:
જે લોકો ખાનપાનમાં સાવચેતી નથી રાખતા તે લોકો લાંબા સમય સુધી સ્વસ્થ અને સુખી નથી રહી શકતા. લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે અસંતુલિત ભોજનથી બચવું જોઈએ. અસંતુલિત ભોજન એટલે એવું ભોજન જેને પચાવવામાં પાચન તંત્રને વધુ સમય લાગે છે. વધુ મસાલાવાળું ભોજન, વધુ તેલ-ઘી, માંસાહાર વગેરેથી બચવું અને સંતુલિતખોરાક લેવો. સંતુલિત ભોજન એટલે લીલા શાકભાજી, દૂધથી બનેલા પકવાન, રોટલી વગેરે.

બુદ્ધિહીન સંતાન:
જો કોઈ વ્યક્તિની સંતાન બુદ્ધિહીન એટલે મૂર્ખ છે તો આ વાત કાયમ જ દુઃખ પે છે. સંતાન જો સમજદાર હોય છે તો માતા-પિતા બંનેને કાયમ સુખ મળે છે. મૂર્ખ સંતાન દરરોજ કંઈકને કંઈક ખોટું કામ કરે અને તેના લીધે માતા-પિતાને પરેશાનીઓનો સામનો કપવો પડે છે. સંતાનને સંસ્કારી અને સમજદાર બનાવવા માટે માતા-પિતાએ બાળપણથી જ યોગ્ય સારસંભાળ કરવી જોઈએ.

માંદગી:
વર્ષો જૂની કહેવત છે પહેલું સુખ સ્વસ્થ શરીર છે. જો શરીર સ્વસ્થ રહેશે તો આપણે જીવનનો ભરપૂર આનંદ લઈ શકીએ છીએ. જો કોઈ ગંભીર બીમારી થઈ ગઈ હોય તો તેનાથી કેટલાય પ્રકારની બીમારીઓ પરેશાન કરી શકે છે. બીમારીનો ઉપચાર જ્યાં સુધી ન થઈ જાય વ્યક્તિ દુઃખી જ રહે છે.

ધનનો અભાવ:
સુખ-સગવડોની ઘણી બધી વસ્તુઓ એવી છે જે માત્ર ધનથી જ પ્રાપ્ત કરી શકાય છે. ધનના અભાવથી ઘર-પરિવારમાં પણ કેટલીક વખત અશાંતિ ફેલાય જાય છે. ઘરના બધા સભ્યોને સુખ આપવા માટે ધનની જરૂર હોય છે. ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ મહેનત કરે છે, પરંતુ પૂરતું ધન પ્રાપ્ત નથી કરી શકતો તો તે દુઃખી રહે છે. જો ધનનો અભાવ હોય તો વ્યક્તિએ દુઃખી ન થવું જોઈએ. જે વસ્તુઓ આપણી પાસે છે, તેમાં સંતોષ માની લેવો જોઈએ. મહેનત કરતા રહીશું તો ધીમે-ધીમે ધનનો અભાવ પણ દૂર થઈ શકે છે.