યાદ રાખશો આ 6 વાતો તો જીવનની તમામ મુશ્કેલી પળવારમાં થઈ જશે છૂમંતર

અમદાવાદઃ જીવનમાં ઉતાર-ચડાવ તો ચાલતા રહે છે. જરૂર છે તો માત્ર સ્વયંને બેલેંસ રાખવાની. કેટલીક વખત આજુબાજુના ઘોંઘાટને લીધે પરેશાની થાય છે તો કેટલીક વખત દિમાગમાં ચાલી રહેલી હલચલમાંસ સ્વયંને બેલેંસ રાખવું મુશ્કેલ બની જાય છે. એવામાં દિમાગને શાંત રાખવા માટે અહીં બતાવેલી કેટલીક વાતો ફાયદાકારક રહેશે. જાણો કઈ-કઈ છે આ વાતો…

  1. દરેક વસ્તુઓ બે વખત બને છે. એક વખત દિમાગમાં અને બીજી વખત વાસ્તવમાં. એટલે પોતાના વિચારને નિયંત્રણમાં રાખો, કારણ કે આપણા વિચારો જ વાસ્તવિકતાનું રૂપ લે છે. હકારાત્મક વિચારો, નકારાત્મક નહીં.
  2. આજે તમારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં એવું કંઈ નથી જે તમને આગળ વધતા અટકાવે. એક વખત પર એક જ પગલું આગળ વધો.
  3. એક પળ ખરાબ હતો તો તેના લીધે જીવનના બાકી પળો ખરાબ નથી થઈ જતા. એવી જ રીતે જો દિવસમાં કોઈ એક ઘટના ખરાબ થઈ હોય તો તેનાથી આખો દિવસ બરબાદ નથી શકી શકાતો.
  4. સંપૂર્ણ પુસ્તકની કહાણી તેના એક ચેપ્ટરમાં જ હોય છે. કોઈ એક ચેપ્ટર પૂરી કહાણી બતાવી શકે છે. એવી જ રીતે એક ભૂલ કરવાથી તમારા ચરિત્રના વિશે ખબર નથી પડતી એટલે ભૂલોથી શીખ લઈને આગત વધતા રહો. એક ભૂલ બીજી વખત કરવાથી બચો.
  5. વીતી વાતો પર જેમ અફસોસ જતાવવાથી કોઈ ફેર નથી પડતો એવી જ રીતે આવનારા ભવિષ્યને લઈને ગમે તેટલું એક્સાઇટમેંટ હશે તો પણ ફેર નહીં પડે. પરંતુ આજે જે તમારી પાસે છે તેના માટે ભગવાનનો આભાર માનવાથી ઘણો ફેર પડે છે.
  6. તમે ક્યાંય ફંસાય ગયા છો, આ માત્ર એક અહેસાસ છે કોઈ વાસ્તવિકતા નહીં એટલે એવું ક્યારેય ન વિચારો કે તમે ક્યાંક ફંસાય ગયા છો. જીવન દરેક સેકેંડ બદલાય છે અને તેની સાથે તમે પણ બદલતા રહો છો.