શું ‘ઈશિમા’નો ભાઈ કોરોના પોઝિટિવ છે? દિવ્યાંકાએ રડી રડીને વ્યક્ત કર્યું દુઃખ

કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં દહેશત ફેલાયેલી છે. દરરોજ હજારો લોકોનાં જીવ જઈ રહ્યા છે. સામાન્ય લોકોની જેમ સેલિબ્રિટીઝ પણ પરેશાન છે. ત્યારે ટીવીની અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ લોકોને જાગૃત કરવાની સાથે પોતાનું દર્દ જણાવ્યુ છે. વાસ્તવમાં દિવ્યાંકાના ભાઈને કોરોનાની આશંકાને લઈને લોકો તેને પરેશાન કરી રહ્યા છે. આ સાંભળીને દિવ્યાંકાનાં ભાઈ ઘણા પરેશાન છે. તેમણે સ્પષ્ટતા પણ કરી છે અને ઈન્સ્ટાગ્રામ પર મોટી પોસ્ટ પણ મૂકી છે.

વાસ્તવમાં તેના ભોપાલ સ્થિત ઘરની બહાર ‘COVID 19 ડૂ નોટ વિઝીટ’ની નોટિસ લગાવી છે, કારણકે તેના ભાઈ એશ્વર્ય ત્રિપાઠી ઈંડિગો ફ્લાઈટનાં પાયલટ છે. હવે તેના ભાઈને ક્વોરેન્ટાઈન રહેવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ આ નોટિસ બાદ લોકો તેને પરેશાન કરી રહ્યા છે. તેના ભાઈની અંદર કોરોનાનું એક પણ લક્ષણ જોવા મળ્યું નથી પરંતુ સોસાયટીમાં આ વાતની અફવા ફેલાઈ ગઈ છે કે, તે કોરોનાથી સંક્રમિત છે. એવામાં તેને કોરોના શેમિંગનો શિકાર થવું પડ્યુ છે.

દિવ્યાંકાએ પહેલાં પણ એક ઈન્ટરવ્યૂમાં પોતના ભાઈ વિશે જણાવ્યું હતું. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને પોતાનું દર્દ જણાવ્યું છે. સાથે જ તેણે કહ્યું છે કે, તેનો ભાઈ પાયલટ છે. અને તે ક્વોરેન્ટાઈન છે તેને તેનામાં કોઈ લક્ષણ દેખાયા નથી. આ સાથે જ તેનાં ઘરમાં ઘણા સદસ્યો પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમનો ભાઈ ડોક્ટર્સની નજર હેઠળ છે.

ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંકાએ લખ્યું છે કે, મારો ભાઈ પાયલટ છે, જે સ્વેચ્છાએ ક્વોરેન્ટાઈન છે અને 13 દિવસમાં તેની અંદર કોઈ પણ કોરોનાનાં લક્ષણ દેખાયા નથી.. જો તે સંક્રમિત હોત તો તે પોતે પણ જવાબદાર સ્ટાફની જેમ પોતાને ટ્રીટ કરતો. હાલમાં જ અધિકારીઓએ અમારા ભોપાલવાળા ઘરની બહાર લેબલ લગાડ્યુ છે. જે બહુજ જરૂરી છે. પરંતુ તે મેન્શન કરવાનું ભૂલી ગયા છેકે, મારો ભાઈ COVID 19 પોઝિટિવ નથી.

તેણે આગળ લખ્યુ છેકે, મારા પિતાએ પોતાનું જીવન દાવ પર લગાવીને પોતાની ફાર્મસીમાંથી દવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. મારો ભાઈ કોઈ અજાણ્યા લોકોને તેમનાં ઘર સુધી પહોંચાડવા માટે સરકારનાં અંતિમ નિર્ણય સુધી કાર્યરત રહ્યો હતો.

એવું જોખમ ઘણા ભાઈ, બહેન, પિતા, માતા આપણને જરૂરી સેવાઓ આપવા માટે કરી રહ્યા છે. જ્યારે તેમનાં પરિવાર ફક્ત તેમની ભલાઈ માટે પ્રાર્થના કરી શકે છે.