આ વૃદ્ધોને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા પછી જે થયું તે જાણીને નવાઈ લાગશે

કોરોના વાયરસનાં સંક્રમણથી લોકો ડરેલાં છે. મોતનાં વધતા જતાં આંકડાથી બચવા માટે દરેક સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ મોતનાં આ ડર અને દહેશતની વચ્ચે પણ ઘણી એવી સ્ટોરી છે, જેના હિરો એવાં છે, જેમને મોતથી ડર નથી. તેમણે પોતાના હિસ્સાનું જીવન બીજાને આપી દીધુ છે. તેમની વાર્તાએ લોકોનાં હ્રદયને જીતી લીધા છે. પહેલી સ્ટોરી બેલ્જીયમનાં એક 90 વર્ષનાં મહિલાની છે. અને બીજી સ્ટોરી ઈટલીનાં એક પ્રીસ્ટની છે.

જ્યારે 90 વર્ષનાં સુઝનેને આવ્યો કોરોના પોઝિટિવ
બેલ્જીયમમાં રહેતાં 90 વર્ષનાં સુઝેન હોયલેટ્સની પુત્રી જૂડિથે જોયુ કે, છેલ્લા થોડા સમયથી તેની માતાનો ખોરાક ઘટી ગયો છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી જણાઈ રહી છે. ત્યારે તેમની પુત્રીને શંકા ગઈ કે, તેમને કોરોના વાયરસને કારણે તો આવું નથી થઈ રહ્યું ને, તે માતાને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. ટેસ્ટ થયો તો માતા સુઝેનને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ઈલાજ માટે માતાને આઈસોલેટ રાખવામાં આવ્યા
કોરોના પોઝિટિવ આવવા પર માતા સુઝેનને પુત્રી જૂડિથથી અલગ કરી દેવામાં આવ્યા હતા. ડોક્ટર્સ 90 વર્ષનાં સુઝેનની સારવારમાં લાગેલાં હતા. પરંતુ ધીમે-ધીમે તેમની તબિયત લથડી રહી હતી. તેમનો જીવ બચાવવા માટે તેમને વેન્ટિલેટરમાં રાખવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ સુઝેને વેન્ટિલેટર પર જવાની ના કહી હતી. તેમણે કહ્યુ હતુકે, હું મરવાનું વધારે પસંદ કરીશ. પરંતુ વેન્ટિલેટર પર જઈશ નહી. તેની પાછળે તેમણે ખાસ કારણ જણાવ્યુ હતુ.

યુવાનોને બચાવો, તો જીવન જીવી લીધું
સુઝેને ડોક્ટર્સને કહ્યુ, હું વેન્ટિલેટરનો ઉપયોગ કરવા માંગતી નથી. યુવા રોગીઓનો બચાવો. મે તો મારું જીવન જીવી લીધુ છે. 22 માર્ચે સુઝેનનું નિધન થયુ હતુ.

ઈટલીનાં એક પાદરીએ પણ વેન્ટિલેટર પર જવાની ના કહી
સુઝેનની જેમ જ ઈટલીનાં એક પાદરીએ પણ વેન્ટિલેટર પર જવાની ના કહી હતી. એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, 72 વર્ષનાં ઈટલીનાં પાદરી ડોન ગિઉપેસ બર્નાડેલીએ મરવાનું પસંદ કર્યુ હતુ, વેન્ટિલેટર પર જવાની ના પાડી દીધી હતી. તેમનું પણ માનવું હતુકે, વેન્ટિલેટરનો ઉપયોગ કોઈ યુવાનને બચાવવા માટે કરવામાં આવે. 15 માર્ચે પાદરી ડોન ગિઉપેસનું નિધન થયું હતું. જ્યારે બર્નાડેલીની શબપેટીને દાટવામાં આવી તો લોકો પોતાના ઘરની બારીઓ અને દરવાજાઓની સામે આવીને તેમના ત્યાગનાં વખાણ કરી રહ્યા હતા.