…તો શું હવે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઈ રહ્યો છે? જાણો શું કહે છે રિસર્ચ

કોરોના વાયરસ ઇટલી અને અમેરિકા બાદ ભારતમાં ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમણની સંખ્યા 6 હજારને પાર થઇ ગઇ છે જ્યારે મૃતકોની સંખ્યા 199 સુધી પહોંચી ગઇ છે. કોરોના વાયરસના સંક્રમણ ફેલાયા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કેટલાક લક્ષણો જણાવ્યા હતા જેમાં તાવ, સુખી ખાંસી અને ગળામાં દુઃખાવા જેવા લક્ષણ સામેલ હતા. પરંતુ જેમ જેમ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તેમ તેમ આ લક્ષણ ખોટા સાબિત થઇ રહ્યાં છે. આવું એટલા માટે કારણ કે કોરોના સંક્રમણના કેટલાક એવા કેસ સામે આવ્યા છે જેમાં કોઇ લક્ષણ જ દેખાતા નથી.

પહેલા કહેવામાં આવ્યું કે કોરોના હવામાં નથી ફેલાતો આથી સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી. અનેક મોટા મોટા ડોક્ટરોએ માસ્ક ન પહેરવાની અપીલ કરી હતી. ભારત સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે માસ્કની બધાંને નથી પરંતુ હવે અનેક દેશમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં વગર માસ્ક બહાર નીકળવા પર ધરપકડ થઇ શકે છે. કોરોનાથી સંક્રમિત કોઇ વ્યક્તિ ઉધરસ ખાય છે તો તેના મોઢામાંથી નીકળતા કફના છાંટાથી સંક્રમણ ફેલાવાનો ખતરો છે. તો હવે સવાલ થાય કે શું કોરોના હવામાં પણ ફેલાય છે ?

એવો દાવો હતો કે કોરોના સંક્રમણથી બચવા માટે એક મીટરની દૂરી જરૂરી છે. અનેક દુકાનો પર એક એક મીટરની દૂરીના ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા પરંતુ બાદમાં એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે આઠ મીટરની દૂરીથી પણ કોરોના વાયરસને ફેલાવાથી રોકી શકાય છે. ભારત સરકારની આરોગ્ય સેતુ એપમાં જણાવવામાં આવ્યું છે કે લોકોએ છ મીટરની દૂરી રાખવી. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની દૂરી રાખવાનું અંતર પણ ખોટું સાબિત થઇ રહ્યું છે.

નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે કોરોના સાર્સ મહામારી જેવો છે. રિસર્ચ પ્રમાણે ચીન અને અમેરિકા જેવા દેશમાં ફ્લુ ડિસેમ્બરમાં શરૂ થાય છે અને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં ઝડપથી ફેલાઇ છે. પરંતુ ત્યારબાદ તેની અસર ઘટવા લાગે છે. કોરોનાના લક્ષણ પણ સાર્સ અને ઇન્ફ્લુએન્જા જેવા જ છે. એવામાં તાપમાન વધવા પર સંક્રમણમાં ઘટાડાની આશા હતી. પ્રાથમિક સમયમાં કોરોના આ વિસ્તારોમાં સૌથી ઝડપથી ફેલાયો જ્યાં ઠંડી વધારે હતી. આથી માનવામાં આવ્યું કે વાતાવરણ ગરમ થવાથી જ તેનો પ્રકોપ ઝડપથી વધશે નહીં. પરંતુ આ લક્ષણ પણ ખોટો સાબિત થઇ રહ્યું છે કારણ કે મહારાષ્ટ્રમાં દિલ્હી કરતાં વધુ ગરમી પડે છે પરંતુ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યાં છે.

કોરોનાથી સંક્રમિત થવા પર તાવની સાથે સુખી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં દુખાવો થાય તો તમને કોરોના થઇ શકે છે પરંતુ અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં કોઇ લક્ષણ દેખાતા નથી. હાલમાં જ ચીનમાં 47 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જેમાં કોઇ લક્ષણ ન હતા. જેમાંથી 14 વિદેશથી આવેલા લોકો હતા. આ પહેલા ચીનમાં 1,541 એવા કેસ હતા જેમાં આવા કોઇ લક્ષણ ન હતા. પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના વાયરસથી સંક્રમિત હતા પરંતુ તેમનામાં કોઇ લક્ષણ ન દેખાયા ન હતા. તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા.

શરૂઆતથી જ લોકોએ સલાહ આપી કે ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક વધારવાનો ખોરાક ખાવો. વિટામિન સીનું સેવન કરવું જેથી રોગ પ્રતિકારક શક્તિ વૃદ્ધી થાય. હવે વિચારવાની વાત એવી છે કે જે લોકોમાં લક્ષણ નથી દેખાતા પરંતુ કોરોના સંક્રમણના રિપોર્ટ પોઝિટિવ છે તેમની ઈમ્યુનિટી સારી હશે ત્યારે જ લક્ષણ દેખાતા નથી. તેનો અર્થ થયો કે કોરોના સંક્રમણ કોઈને પણ થઈ શકે છે.

હવે મોટો સવાલ એ થાય કે કોરોનાથી બચવા શું કરવું જોઇએ તો તમારે ધ્યાન રાખવું કે ખુબ જ ગંભીરતાથી સાવચેતી રાખવી. જો તમે કોર્પોરેશન દ્વારા પહોંચાડવામાં આવતા પાણીનું સેવન કરો છો તો આ પાણીને ગરમ કર્યા બાદ ઠંડું કરી પીવું જોઇએ. કોઇપણ વ્યક્તિ સાથે મુલાકાત કરવાનું ટાળવું જોઇએ. લોકો સામે દૂરી બનાવી રાખવી. ખોરાક લીધા પહેલા સાબુથી સારી રીતે હાથ ધોવા. બહારથી આવ્યા બાદ હાથને અને બહારથી આવેલી વસ્તુને સેનેટાઇઝ કરવી. કોરોનાથી હાલ બચાવાનો એક જ ઉપાય છે બની શકે તેટલી સાવચેતી રાખવી.