કઈ એક્ટ્રેસ થઈ ગઈ ટોપલેસ? બોલિવૂડ સેલેબ્સ અલગ જ સ્ટાઈલમાં જોવા મળ્યા

મુંબઈઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ડબ્બુ રતનાનીએ બોલિવૂડ સેલેબ્સની સાથે ગ્લેમરસ કેલેન્ડર પણ શૂટ કર્યું છે. આ કેલેન્ડરનું લોન્ચિંગ મંગળવારે (18 ફેબ્રુઆરી) મુંબઇમાં કરવામાં આવ્યું. કેલેન્ડર લોન્ચિંગમાં ઐશ્વર્યા રાય, ક્રિતિ સેનન, વિદ્યા બાલન, સની લિયોની, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે અને પરિણીતિ ચોપરા સહિત અનેક એક્ટ્રેસેસ બોલ્ડ અવતારમાં પોઝ આપતી નજરે પડી હતી.

રતનાનીના કેલેન્ડરના જે ફોટોઝ સામે આવ્યા છે, તેમાં સની લિયોની, કિઆરા અડવાણી, ભૂમિ પેડનેકર ટોપલેસ નજર આવી રહી છે તો વિદ્યા બાલન, અનુષ્કા શર્મા, ઐશ્વર્યા રાયનો ગ્લેમરસ અવતાર પણ જોવા મળ્યો. ડબ્બુ રતનાની 28 વર્ષથી સતત બોલિવૂડ સેલેબ્સને લઇને કેલેન્ડર બહાર પાડે છે.

એક ઇન્ટરવ્યૂમાં ડબ્બુ રતનાનીએ કહ્યું હતું કે તેમના લિસ્ટમાં 20 સેલેબ્સ કોન્સ્ટેન્ટ છે, જેમની સાથે વધુમાં વધુ કામ કરવા માગે છે. તેમને તેમની સાથે કામ કરવાનું પસંદ છે. જેઓ તેમની વાત માને છે, સવાલ કર્યા વગર, જેમાં કેટલાક લોકો સાથેની તે ત્યારથી કામ કરે છે, જ્યારે ફર્સ્ટ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું.

ડબ્બુ રતનાનીએ કહ્યું હતું કે અમિતાભ, શાહરુખ, ઋતિક, અભિષેક, ઐશ્વર્યા લગભગ દરેક કેલેન્ડરનો ભાગ બન્યા અને તેઓ આગળ પણ તેમની સાથે કામ કરવા તૈયાર છે. આ એક પરંપરા બની ગઇ છે. જોકે, તેમાં દર વર્ષે એક બે ન્યૂકમર્સની એન્ટ્રી પણ થાય છે.

પુત્રની તસવીર સાથે જેકી શ્રોફ

ડબ્બુના કેલેન્ડરમાં નજર આવેલી પરિણીતી ચોપડાનો બોલ્ડ લૂક

વિક્કી કૌશલ અને અનન્યા પાંડેએ પણ ડબ્બુ માટે આવા પોઝ આપ્યા હતા.

ક્રિતિ સેનન પણ ડબ્બુના કેલેન્ડર નજર આવી હતી.

કેલેન્ડર લોન્ચ ઇવેન્ટમાં પહોંચેલી વિદ્યા બાલન અને સની લિયોની.

ઇવેન્ટમાં પત્નીને કિસ કરી રહેલા ડબ્બુ.

પત્ની અને ઉર્વશી રૌતેલાની સાથે ડબ્બુ રતનાની.

રેખાએ અમિતાભ બચ્ચનના પોટ્રેટ આગળ ફોટો ક્લિક કરાવવાની ના પાડી દીધી હતી. રેખાએ કહ્યું હતું કે આ ડેન્જર ઝોન છે.