બાળકને આવ્યો હાર્ટ અટેક અને ફાટવા લાગી મગજની નસો, જોઇ માતાની હાલત થઈ આવી…

લંડન: દરેક માતા-પિતાને તેમનાં બાળકો જીવથી પણ વહાલાં હોય છે. ઘણાં માતા-પિતા એવાં પણ હોય છે, જેમને બાળક માટે વર્ષો રાહ જોવી પડી હોય. વર્ષો સુધી ડૉક્ટરોની દવાઓ લીધી હોય અને ભગવાનની ઘણી બાધાઓ રાખી હોય ત્યારે સંતાનસુખ મળ્યું હોય. આવું જ કઈંક થયું યૂકેમાં રહેતી 39 વર્ષની ટેમી આયરસન સાથે. 12 અઠવાડિયાં સુધી પોતાના જ બાળકને મૃત્યુ સામે લડતું જોયા બાદ, દિલ પર પથ્થર મૂકી લાઇફ સપોર્ટ સિસ્ટમ બંધ કરાવી દીકરાને દુનિયાની પળોજણ, સમસ્યાઓ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવી. દીકરાના મૃત્યુના લગભગ દોઢ વર્ષ બાદ ટેમીએ આ સમગ્ર ઘટનાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી.

39 વર્ષની ટેમીને એક સંતાન માટે 20 વર્ષ રાહ જોવી પડી હતી. આટલી બધી રાહ જોયા બાદ છેવટે મે, 2018માં તેને એક દીકરો જન્મ્યો. 32 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં તેના દીકરા બિલ્બરનો જન્મ થયો હતો. બિલ્બરનો જન્મ સિજેરિયનથી થયો હતો. પરંતુ જન્મ બાદથી જ ટેમીનો દીકરો બિલ્બર બહુ બીમાર રહેતો હતો. તેને હાર્ટ સંબંધિત કોઇ બીમારી હતી. જન્મ બાદથી જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ટેમી અને તેના પતિ માર્કે દીકરાને બચાવવા બહુજ પ્રયત્નો કર્યા. આ દરમિયાન બિલ્બરને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હતો. બિલ્બરની નસો ખેંચાતી હતી અને સાથે-સાથે તેના સાંધામાં પણ દુખાવો રહેતો હતો. આ બધી જ સમસ્યાઓ બાદ પણ ડૉક્ટરોએ તેને બચાવવાના શક્ય એટલા બધા જ પ્રયત્નો કર્યા.

13 અઠવાડિયામાં બિલ્બર અને ટેમીના સંબંધો ખૂબજ ગાઢ બની ગયા હતા. મા-દીકરાના આ સંબંધો અતૂટ બની ગયા હતા. ટેમીને પૂરેપૂરો વિશ્વાસ હતો કે, એક દિવસ બિલ્બર ઠીક થઈ જશે અને તે તેને ઘરે લઈ જઈ શકશે. પરંતુ 13 અઠવાડિયાં બાદ ટેમીને સમજાઇ ગયું કે, બિલ્બર ખૂબજ તકલીફમાં છે. જેથી તેણે તેના દીકરાની લાઇફ સપોર્ટ સિસ્ટમ કાઢી નાખવાનું નક્કી કર્યું.

જ્યારે આટલા નાનકડા બિલ્બરને અચાનક હાર્ટ અટેક આવ્યો અને તેના મગજની નસો ખેંચાવા લાગી ત્યારે, દુ:ખમાં તડપતા દીકરાને જોઇને ટેમીએ તેની લાઇફ સપોર્ટ સિસ્ટમ કઢાવી નાખવાનો નિર્ણય કર્યો. પોતાના લાડકવાયાને ખોયા બાદ ટેમીએ દીકરા બિલ્બરના હાર્ટબિટ્સને રેકોર્ડ કરાવી તેને ટેડી બિયરમાં સેટ કરાવી દીધા. મા-દીકરાના આ કરૂણ સંબંધો જોઇ લોકોની આંખમાં આંસુ આવી જાય છે.